ગઈકાલે ઉજવાયેલ મહોરમના તહેવાર દરમિયાન જાયન્સ ગ્રુપ ઓફ રાણપુરે કોમી એકતાનું અદ્ભુત દ્રષ્ટાંત પૂરું પાડ્યું.
BOTAD | By Akhand Bharat Team | Published:
તહેવાર
ગઈકાલે ઉજવાયેલ મહોરમના તહેવાર દરમિયાન જાયન્સ ગ્રુપ ઓફ રાણપુરે કોમી એકતાનું અદ્ભુત દ્રષ્ટાંત પૂરું પાડ્યું.
રાણપુરના ઇતિહાસમાં આ પ્રથમ અવસર હતો જ્યારે કોઈ સામાજિક અને સેવાભાવી સંસ્થાએ મુસ્લિમ તહેવારમાં સહભાગી થઈ બિસ્કીટ વિતરણ કર્યું. આ સંસ્થાના સભ્યોએ તહેવાર દરમિયાન રૂબરૂ મુલાકાત લઈ તેની વિગતવાર જાણકારી મેળવી, અને આ રીતે હિન્દુ-મુસ્લિમ સૌએ સાથે મળીને આ પવિત્ર અવસરને હર્ષોલ્લાસથી માણ્યો.આ અવસરે રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એસ. એ. પટેલ સાહેબ અને બોટાદ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પરેશભાઈ સલૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાણપુરના પ્રમુખ કનકબેન સાપરા, ઊપપ્રમુખ ઈકબાલભાઈ (લક્કડભાઈ) પાયક,એફ.ડી.જગદીશભાઈ દલવાડી, ડી.એ. ફેમિદાબેન, રાણપુર શહેર ભાજપ પ્રમુખ અને સંસ્થાના સભ્ય મનસુખભાઈ મેર, રાણપુર બાર એસોસિએશનના પ્રમુખ અને જાયન્ટ ગ્રુપ ઓફ રાણપુરના એસ.એમ.ઓ. ચાંપરાજસિંહ ડોડીયા, ગનુભા પરમાર, બિશુભા પરમાર,લલિતભા સોની,હર્ષભાઈ સોની,ઇલાબેન શાહ,યાસ્મીનબેન પાધરશી , તેમજ અન્ય ગ્રામજનો અને સેવાભાવી કાર્યકરો આ તહેવારમાં જોડાઈને કોમી સૌહાર્દનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.ભવિષ્યમાં પણ કોઈપણ ધર્મનો તહેવાર હોય, ત્યારે દરેક ધર્મના લોકો એકબીજા સાથે મળીને ઉજવણી કરે, તે માટે આ ઘટનાએ એક ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ અદભુત પહેલ બદલ રાણપુરની જનતાએ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીને આભાર વ્યક્ત કર્યો.