આસીકઅલી ગીલાણી વિરમગામ.વિરમગામ તાલુકાના મોટી થોરી (મુબારક) ગામના રહેવાસી ગોવિંદભાઈ નાનુભાઈ ભરવાડ દવા લેવા માટે વિરમગામ આવ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. આ અંગે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.બનાવની જાણ મળતા જ વિરમગામ ટાઉન પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી વિવિધ વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. સતત પ્રયાસો અને તપાસના પરિણામે ગોવિંદભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાંથી મળી આવ્યા હતા.ત્યારબાદ પોલીસે ગોવિંદભાઈને સુરક્ષિત રીતે તેમના વતન મોટી થોરી (મુબારક) ખાતે પહોંચાડી પરિવારજનોને હેમખેમ સોંપ્યા હતા. વિરમગામ ટાઉન પોલીસની આ માનવતાભરી કામગીરીની પરિવારજનો તેમજ સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી.વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ફરજની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ કામગીરી લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બનાવે છે. અખંડ ભારત