ઈન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) સામે જન આક્રોશ: સાદડવેલ ગામમાં ઉગ્ર વિરોધ
VALSAD | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
ઈન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) સામે જન આક્રોશ: સાદડવેલ ગામમાં ઉગ્ર વિરોધ
મયુર મોકાશી: નવસારીના ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં ઈન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) કંપની દ્વારા શરૂ કરવામાં આવી રહેલા નવા પ્લાન્ટના વિરોધમાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ગ્રામજનોએ એક જન જાગૃતિ રેલી યોજી આ પ્રોજેક્ટનો સખત વિરોધ નોંધાવ્યો છે.આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ડૉ. નિરવ પટેલે જણાવ્યું હતું કે, કાવેરી સુગરના બદલે આવેલી આ IPL કંપનીને કારણે સાદડવેલ ગામના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે.સ્થાનિકોના મુખ્ય આક્ષેપો અને ડૉ. નિરવ પટેલની ચિંતાઓ:પર્યાવરણને નુકસાન: સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કંપની દ્વારા જળ, જંગલ અને જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગ્રીન ઝોન હોવા છતાં અહીં વાયુ અને જળ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે.પ્લાસ્ટિકના દાણાની સમસ્યા: પ્લાસ્ટિકના દાણા બનાવવાની પ્રક્રિયાથી સ્થાનિકોને ભારે હેરાનગતિ થઈ રહી છે, જેની વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી.આદિવાસી વિસ્તાર પર અસર: ડૉ. નિરવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓને વિસ્થાપિત કરીને તેમની જમીન હડપવાનો અને પશુઓની જેમ હાલત કરી હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પ્રશાસન સામે માંગ: ગ્રામજનોએ સરકાર સમક્ષ આ પ્રોજેક્ટને તત્કાળ અસરથી રદ કરવાની માંગ કરી છે.આ વિરોધ પ્રદર્શનમાં સાદડવેલ ગામના લોકોની સાથે અન્ય આદિવાસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં વિરોધ વધુ ઉગ્ર બનાવવામાં આવશે.