CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
કાશીપુરા થીનસવાડીજવાનારસતા ઊપર
કાશીપુરા–નસવાડી માર્ગ પર જોખમી હાલતમાં હાઈ ટેન્શન વીજ લાઈન, ગ્રામજનોમાં ભયનો માહોલનસવાડી તાલુકાના કાશીપુરાથી નસવાડી જવાના મુખ્ય માર્ગ પર આવેલા કેટલાક વીજપોલ અને હાઈ ટેન્શન વીજ લાઈનો ખૂબ જ નીચી ઊંચાઈએ હોવાથી અકસ્માતનો ભય ઊભો થયો છે. ખાસ કરીને ભારે વાહનો, ટ્રેક્ટર તથા ખેતીના સાધનો પસાર થતા સમયે ગંભીર જોખમ સર્જાઈ શકે તેવી સ્થિતિ છે.ગ્રામજનોનું કહેવું છે કે આ હાઈ ટેન્શન લાઈનોને તાત્કાલિક ધોરણે વધુ ઊંચી કરવામાં આવે અને જોખમી વીજપોલની યોગ્ય મરામત કરવામાં આવે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ જરૂરી કાર્યવાહી થઈ શકે.સ્થાનિક લોકોએ સંબંધિત વીજ વિભાગ અને વહીવટી તંત્રને વહેલી તકે સ્થળ નિરીક્ષણ કરીને કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર કામગીરી નહીં કરવામાં આવે તો કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહીં.