*લીમખેડા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઑફિસર શ્રી ડૉ.સુધીર જોશીના અધ્યક્ષ સ્થાને લીમખેડા ઘટક -૨ માં આંગણવાડી વર્કર બહેનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું*
DAHOD | By Akhand Bharat Team | Published:
હેલ્થ
*લીમખેડા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઑફિસર શ્રી ડૉ.સુધીર જોશીના અધ્યક્ષ સ્થાને લીમખેડા ઘટક -૨ માં આંગણવાડી વર્કર બહેનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું*
*લીમખેડા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઑફિસર શ્રી ડૉ.સુધીર જોશીના અધ્યક્ષ સ્થાને લીમખેડા ઘટક -૨ માં આંગણવાડી વર્કર બહેનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું*આજરોજ મિટિંગ દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પોષણ અભિયાન, સુપોષિત દાહોદ અભિયાન, સગર્ભા તથા ધાત્રી માતાઓ, ૦ થી ૬ વર્ષના બાળકો તેમજ કિશોરીઓને આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ રિપોર્ટિંગ, ઓનલાઈન એન્ટ્રી, લાભાર્થીઓની પોષણ ટ્રેકર એપ્લિકેશન માં સમયસર માહિતીની નોંધણી તથા અન્ય વિભાગીય કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા પ્રોગ્રામ ઑફિસરશ્રીએ તમામ કર્મચારીઓને સરકારની માર્ગદર્શિકા અનુસાર સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી સુનિશ્ચિત કરવા, બાકી રહેલી કામગીરીને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા તેમજ ક્ષેત્ર કક્ષાએ નિયમિત દેખરેખ, મોનિટરિંગ અને અસરકારક અનુસરણ રાખવા સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા *"સુપોષિત દાહોદ" અને "રમશે દાહોદ, ભણશે દાહોદ, જમશે દાહોદ"* પ્રોજેક્ટ અંતર્ગત વિશિષ્ઠ ભાર મૂકી કામગીરી કરી છેવાડા લાભાર્થી સુધી યોજનાનો લાભ મળી રહે તે મુજબ કામગીરી કરવા આહવાન કરવામાં આવ્યું. પ્રોગ્રામ ઑફિસરશ્રી ડો. સુધીર જોશી દ્વારા શાળાએ ના જતી કિશોરીઓ માટે જે તે વિસ્તાર આંગણવાડી વર્કર બહેનોને ૩ કિશોરી પુનઃ શાળા પ્રવેશ મેળવે તેવા આંગણવાડી વર્કર બહેન ને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવાનું આહવાન કરવામાં આવ્યું. વધુમાં બેઠકમાં હાજર રહેનાર ઇન્ચાર્જ સીડીપીઓશ્રી ચેતના દેસાઈ, જીલ્લા પ્રિ સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર તેમજ તમામ લીમખેડા ઘટક -૨ સ્ટાફ અને આંગણવાડી વર્કર બહેનોએ નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા અંગે કટિબદ્ધતા દાખવી.*હસમુખ પ્રજાપતિ*