*મૉડલ સ્કૂલ અને એકલવ્ય રેસીડેન્સી સ્કૂલ લીમખેડા ખાતે કિશોરી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો
DAHOD | By Akhand Bharat Team | Published:
હેલ્થ
*મૉડલ સ્કૂલ અને એકલવ્ય રેસીડેન્સી સ્કૂલ લીમખેડા ખાતે કિશોરી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો
*મૉડલ સ્કૂલ અને એકલવ્ય રેસીડેન્સી સ્કૂલ લીમખેડા ખાતે કિશોરી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો*મૉડલ સ્કૂલ અને એકલવ્ય રેસીડેન્સી સ્કૂલ લીમખેડા ખાતે કિશોરી સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ. સુધીર જોશી દ્વારા કિશોરીઓ ને પંચસૂત્રો જેમાં "સ્વછતા - સુપોષણ - સ્વાસ્થ્ય - શિક્ષણ - સુરક્ષા" વિશે વિશિષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું.સ્વછતા: તરુણાવસ્થા દરમિયાન શરીરની સ્વચ્છતા તેમજ માનસિક ભાવો અને નકારાત્મક વિચારો ઉપર નિયંત્રણ કેવી રીતે કરવું.સુપોષણ: સંતુલિત આહાર, સર્વગ્રાહી પોષણ, તેમજ તમામ પ્રકારના મિલેટ્સ અને તમામ પ્રકારના જરૂરી શાકભાજી, ધાન - ધાન્ય નો ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.સ્વાસ્થ્ય: તરુણાવસ્થા અંતર્ગત રોગપ્રતિકારક શક્તિ વધારવી, સારી આદતો કેળવી સ્વાસ્થ્યનું સંવર્ધન કેવી રીતે થાય તે અંગે સલાહ આપવામાં આવી.શિક્ષણ: કિશોરી કાર્યકાળ દરમિયાન જ્ઞાન, આવડત, સમજણ, કલા, કારીગરી દ્વારા સ્વનિર્ભર બની ભવિષ્યનું જીવન સુખી કેવી રીતે થાય અને પોતે નિર્ણય લઈ શકે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.સુરક્ષા: તરુણાવસ્થા દરમિયાન સ્વબચાવ તેમજ વિવિધ સંક્રમણો થી પોતાની જાતને તથા કુટુંબને કેવી રીતે સુરક્ષિત રાખી કાયદાકીય જોગવાઈનો ઉપયોગ કેવી રીતે થાય તે અંગે જાણકારી આપવામાં આવી. આ માર્ગદર્શનથી પ્રભાવિત થઈ શાળાની પાંચ કિશોરીઓ દ્વારા પોતાના મંતવ્ય રજૂ કરી. તમામ તરુણીઓ એ પોતાના જીવનમાં લાવી બીજાને પણ માર્ગદર્શન પૂરું પાડી ઉપયોગી બનવા અંગે આહવાન કર્યું.વધુમાં સ્કૂલના તમામ સ્ટાફગણ અને લીમખેડા સીડીપીઓશ્રી મીનાક્ષીબેન જે પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.., હસમુખ પ્રજાપતી