વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા ઇન સ્કૂલ યોજના અંતર્ગત શ્રી મિડલ સ્કૂલ ભલગામ તથા પે સેન્ટર શાળા ભલગામ ખાતે વર્ષ 2017થી હેન્ડબોલ અને એથલેટિક્સ રમતોની તાલીમ સફળતાપૂર્વક ચાલી રહી છે.આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 22 વિધાર્થી ભાઈઓ. અને 4 અને વિધાર્થી બહેનો કુલ 26 ખેલાડીઓ DLSS માટે પસંદગી પામ્યા છે, જે શાળા તથા તાલીમ કાર્યક્રમ માટે ગૌરવની બાબત છે.ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ હેન્ડબોલ રમતમાં નીચેના ખેલાડીઓ DLSS માટે પસંદગી પામ્યા છે:(૧) સાગઠીયા નિખિલ ધીરુભાઈ (૨) ચૌહાણ પ્રિન્સ મુકેશભાઈઆ બંને ખેલાડીઓને તેમની ઉત્તમ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.આ સિદ્ધિ બદલ બંને ખેલાડીઓને, તેમના વાલીઓને, તાલીમ આપનાર કોચશ્રી તથા શાળાના આચાર્યશ્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ખેલાડીઓ ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.