નવગામ પ્રાથમિક શાળામાં ખુશીનો માહોલ, દીકરીએ વધાર્યું તાલુકાનું ગૌરવ.રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ ઝળકેલી રિંકલ રાઠવા.
CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
રમતજગત
નવગામ પ્રાથમિક શાળામાં ખુશીનો માહોલ, દીકરીએ વધાર્યું તાલુકાનું ગૌરવ.રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ ઝળકેલી રિંકલ રાઠવા.
નસવાડી તાલુકાના નવગામની દીકરીએ રમતગમત ક્ષેત્રે સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. નવગામ પ્રાથમિક શાળાની ધોરણ-5માં અભ્યાસ કરતી રિંકલ નવીનભાઈ રાઠવાની રાજ્ય સરકારની પ્રતિષ્ઠિત DLSS (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) યોજનામાં પસંદગી થઈ છે.વીઓ:વડોદરા ખાતે યોજાયેલી 'યંગ ટેલેન્ટ ટેસ્ટ'માં નવગામ પ્રાથમિક શાળાના ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રિંકલ રાઠવાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શ્રી છોટુભાઈ એ. પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ, મોટા ફોફલિયા ખાતે DLSS યોજનામાં પ્રવેશ મેળવ્યો છે.આ યોજના હેઠળ વિદ્યાર્થીને મફત ગુણવત્તાયુક્ત શિક્ષણ, હોસ્ટેલ અને ભોજન, સ્પોર્ટ્સ ટ્રેનિંગ, સ્પોર્ટ્સ કિટ, પુસ્તકો, યુનિફોર્મ, મુસાફરીનો ખર્ચ, દર મહિને ₹2,500 સ્ટાઇપેન્ડ તેમજ ₹2.50 લાખ સુધીનું મેડિક્લેમ જેવી સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવશે.રિંકલની આ સિદ્ધિ બદલ સમગ્ર નવગામ અને નસવાડી પંથકમાં ખુશીનો માહોલ છે. જિલ્લા શિક્ષણ વિભાગ, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, તાલુકા શિક્ષણ અધિકારી, નવગામના સરપંચ, નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ગ્રામજનોએ રિંકલને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે.રિપોર્ટર: ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર