ફોટો લાઇન છોટાઉદેપુર જિલ્લા પંચાયત ભવન ખાતે એક હજાર જેટલી આશા વર્કર અને ફેસીલેટર બહેનો 3 માસ થી પગાર ન મળતા સૂત્રચારો જીલ્લા પંચાયત ભવન ગજવી મૂક્યું તેની તસ્વીર
CHHOTA UDAIPUR | By Akhand Bharat Team | Published:
ટેક
ફોટો લાઇન છોટાઉદેપુર જિલ્લા પંચાયત ભવન ખાતે એક હજાર જેટલી આશા વર્કર અને ફેસીલેટર બહેનો 3 માસ થી પગાર ન મળતા સૂત્રચારો જીલ્લા પંચાયત ભવન ગજવી મૂક્યું તેની તસ્વીર
છોટાઉદેપુર જિલ્લાની 7 તાલુકાની આશાવર્કર અને ફેસીલેટર બહેનોના છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા જિલ્લા પંચાયત ભવન ખાતે સૂત્રોચાર સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરાઈ છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા કવાંટ પાવીજેતપુર કદવાલ છોટાઉદેપુર જેમાં 1000 જેટલી આશા વર્કર અને ફેસેલેટર બહેનો ફરજ બજાવે છે તેઓ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ભવન પહોંચીને સૂત્રચારો કરીને જિલ્લા પંચાયત ભવન ગજવી મુકી છોટાઉદેપુર જિલ્લાના તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેવા બજાવનાર આશાવર્કર તેમજ આશા ફેસીલેટર બહેનોના છેલ્લા ત્રણ મહિનાથી બાકી પડેલા રેગ્યુલર પગાર બાકી પડતો 50% નો વધારો તેમજ વિવિધ કરેલી કામગીરીનું ઇનસેટિવ ચુકવવાનું બાકી હોય જેના કારણે મોટી સંખ્યામાં બહેનોએ જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચાર સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છે. આશા વર્કર બહેનોએ જિલ્લા પંચાયત ખાતે હાય હાયના નારા સાથે સૂત્રોચાર કરી જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારીની ચેમ્બરની બહાર ધરણા પર બેસી જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. વહેલી તકે પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો પગાર ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.