રાધનપુર ખાતે બનાસ બેંકની માર્કેટયાર્ડ શાખા ના નવીન મકાન તેમજ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા કાર્યાલય ભવન તેમજ ખેડૂત આરામ ગૃહ અને ઓપન ઓપ્શન શેડનું ઉદઘાટન
PATAN | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
રાધનપુર ખાતે બનાસ બેંકની માર્કેટયાર્ડ શાખા ના નવીન મકાન તેમજ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા કાર્યાલય ભવન તેમજ ખેડૂત આરામ ગૃહ અને ઓપન ઓપ્શન શેડનું ઉદઘાટન
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમા રાધનપુર ખાતે ગોબર પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત શંકર ચૌધરીએ કરી હતી. આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.સરહદી વિસ્તાર એવા રાધનપુર ખાતે માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે માર્કેટ યાર્ડ ખાતે રૂપિયા 1.25 કરોડના ખર્ચે ઓફિસ બિલ્ડીંગ તેમજ 7,91000 ખર્ચે ખેડૂત આરામ ગૃહ તેમજ ખેડૂતોનો મહામુલો મોલ પલળે નહીં તે માટે રૂપિયા 1.62 લાખ ખર્ચ ઓપ્શન શેડનું તેમજ બેન્કિંગ વ્યવહારો માટે ખેડૂતોને અન્ય જગ્યાએ જવું ન પડે તે માટે રાધનપુર માર્કેટ યાર્ડમાં જ બનાસ બેંકની નવીન શાખાનું ઉદઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આજે રાધનપુર એપીએમસી ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કર્યું છે સાથે સાથે જ સહકાર ક્ષેત્રે પણ સરકાર ખેડૂતો લક્ષી કામ કરી રહી છે. માઇક્રો ઇરીગેશન માટે ટ્રીપ અને સ્પ્રિન્કલ ની સબસીડી માં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે જે પાણીની અછત વાળા વિસ્તારો માટે આશીર્વાદ રૂપ સમાન થશે.તો રાધનપુરમાં પણ બનાસ ડેરી દ્વારા ગોબર ગેસ પ્લાનટ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે જેથી ખેડૂતોને આર્થિક લાભ થશે.અસંભવને સંભવ બનાવવાનું કામ આ ધરતી પર સિંચાઈના પાણીથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે. કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક વિશેષ મિશન સ્વરૂપે એક કામ હાથ લીધું છે જેમાં ઓછા અંતરે પ્રતિ હેક્ટર દીઠ રૂ.14000 ઇનપુટની સહાય અને તાલીમ ખેડૂતોને મળશે. રાજ્યના માર્કેટયાર્ડમાં સોલાર સાથેનો શેડ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ ચેકોનું મહાનુભાવના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તો માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જાણસો માટે બનેલ શેડ ખેડૂતો અને વહેપારીઓ માટે આશીર્વાદ રૂપ બનતા ખુશી જોવા મળી હતી..રિપોર્ટર:-દશરથ ઠાકોર