માનવતા આજે પણ જીવંત છે તેનો ઉત્તમ દાખલો રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા TRB જવાન મકવાણા ભુરાભાઈ પસાભાઈએ આપ્યો છે. સાંતલપુર તાલુકાના ગડસાઈ ગામના હંસાબેન મનસુખભાઈ ઠાકોરને તાત્કાલિક O+ બ્લડની જરૂર પડતાં પરિવારજનોએ મદદ માટે અપીલ કરી હતી.માહિતી મળતાં જ TRB જવાન મકવાણા ભુરાભાઈ પસાભાઈ કોઈપણ વિલંબ કર્યા વગર હોસ્પિટલ પહોંચ્યા અને તાત્કાલિક રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.▸ તેમની સમયસરની મદદથી દર્દીને જરૂરી લોહી મળી રહેતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમના આ નિઃસ્વાર્થ અને સેવાભાવી કાર્યની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.રિપોર્ટર:-દશરથ ઠાકોર