સિંજીવાડા તાબે કોવણીયાપુરા આંગણવાડી ખાતે "મમતા દિવસ" કાર્યક્રમ યોજાયો
KHEDA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
સિંજીવાડા તાબે કોવણીયાપુરા આંગણવાડી ખાતે "મમતા દિવસ" કાર્યક્રમ યોજાયો
સિંજીવાડા, તા. 15 જુલાઈ: સિંજીવાડા ગ્રામ પંચાયત તાબે આવેલા કોવણીયાપુરા આંગણવાડી કેન્દ્ર નં. 6 (134) ખાતે "મમતા દિવસ" અંતર્ગત આરોગ્ય અને પોષણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સિંજીવાડા ગ્રામ પંચાયતના સરપંચ તથા ભારતીય જનતા પાર્ટી માતર તાલુકા પ્રમુખ શ્રી મનોજસિંહ ભગવાધારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને બાળકોના આરોગ્ય અંગે માહિતી મેળવી તેમજ આરોગ્ય વિભાગ અને આંગણવાડી કાર્યકરો દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું.
કાર્યક્રમ દરમિયાન સગર્ભા માતાઓ અને બાળકોનું વજન, આરોગ્ય તપાસ, રસીકરણ, પોષણ અંગે માર્ગદર્શન તેમજ સરકારની વિવિધ માતા-બાળ કલ્યાણ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી મનોજસિંહ ભગવાધારીએ જણાવ્યું હતું કે માતા અને બાળકનું સારું સ્વાસ્થ્ય સમાજના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. સરકારની આરોગ્ય અને પોષણ યોજનાઓનો લાભ દરેક લાભાર્થી સુધી અસરકારક રીતે પહોંચે તે માટે સૌએ સંકલ્પબદ્ધ બની કામગીરી કરવી જોઈએ.
કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ, આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કરો તેમજ ગામના આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.