વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ઉપર અસહ્ય ગરમી વચ્ચે ગુલાબના શરબત નું વિતરણ
VADODARA | By Akhand Bharat Team | Published:
તહેવાર
વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ઉપર અસહ્ય ગરમી વચ્ચે ગુલાબના શરબત નું વિતરણ
આજે વડોદરામાં વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચાર પાસે આવેલ" ઇન્ડિયન મસાલા રેસ્ટોરન્ટ" ના સંચાલક શ્રી ભારતસિંહ દ્વારા સૂર્ય ભગવાનના રૌદ્ર સ્વરૂપ સાથે પડતી ૩૭ ડિગ્રી તાપમાન વાળી ગરમીમાં વિના મૂલ્યે સરબતનું વિતરણ કરવામાં આવેલ હતું.આટલી ધોમધખતી ગરમીમાં કામ અર્થે નીકળેલ રાહદારીઓ, ટુ વ્હીલર ચાલકો, રિક્ષા ચાલકો તેમજ ફોર વ્હીલર ચાલકોએ આ સેવા ભાવનાથી થતું ગુલાબ નું સરબત જુએ એટલું પીને પોતાની તરસ છીપાવી હતી અને આ કાર્યને રાહદારીઓએ તેમજ વાહન ચાલકોએ બિરદાવી હતી અને સાથે સાથે આ સરાહનીય કાર્યને વંદન કરતાં રેસ્ટોરન્ટ ના સંચાલક તેમજ સ્ટાફને આશીર્વાદ આપેલ હતાં.ભારતસિંહ જણાવ્યું હતું મને એક વિચાર આવ્યો હતો કે આ રસ્તા ઉપર કોઈપણ જગ્યાએ આટલી બધી ગરમીમાં પીવાના પાણીની પરબ તેમજ અન્ય કોઈ વસ્તુઓ કે જે ગરમીમાં લોકોને પોતાની તરસ છીપાવવાની વ્યવસ્થા કોઈ નથી.તેથી તેમણે અને તેમના સ્ટાફે નક્કી કર્યું છે કે હવેે દર અગિયારસે આ પ્રકારનું એટલે કે સરબતનું વિના મૂલ્યે વિતરણ ચાલુ જ રહેશે.