વાત્રક હોસ્પિટલના દાતાશ્રી પ્રકાશભાઇ શાહના નિધન પર શોકસભા યોજાઇધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
વાત્રક હોસ્પિટલના દાતાશ્રી પ્રકાશભાઇ શાહના નિધન પર શોકસભા યોજાઇધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી
વાત્રક હોસ્પિટલના દાતાશ્રી પ્રકાશભાઇ શાહના નિધન પર શોકસભા યોજાઇધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપીબાયડ તા.11શ્રી કે.કે.શાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી કે.કે.સાબરકાંઠા આરોગ્ય મંડળ (વાત્રક) ના દાતા પ્રકાશભાઇ કે. શાહ (USA - સ્ટીવન્સ, સ્લોન એન્ડ શાહ સીપીએ, કેલીફોર્નીયા) નું દુઃખદ અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી જોવા મળી હતી શુક્રવાર, તા. ૧૦-૭-૨૦૨૬ના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાક દરમિયાન વાત્રક હોસ્પિટલ કેમ્પસ સ્થિત 'શ્રીમતી ઇન્દુમતીબેન સંઘવી હોલ' ખાતે ભાવભરી શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શોકસભામાં બાયડ તાલુકાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાત્રક હોસ્પિટલ ના પૂર્વ સેકટરી , ખેતી બેંક ના પૂર્વ ચેરમેન કનુભાઈ પટેલ, બાયડ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ના સેક્રેટરી જીગ્નેશભાઈ પટેલ, ચેરમેન તેમજ બાયડ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ તેમજ બાયડ નગર ના કોર્પોરેટર સ્નેહલ ભાઈ પટેલ, બાયડ તાલુકા તેમજ શહેર પ્રમુખ, મહામંતી તેમજ ભાજપ ના કાર્યકર મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અગ્રણીઓ, વાત્રક હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પધારેલા લોકોએ ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રકાશ શાહ તેઓ અમેરિકામાં પ્રતિષ્ઠિત Certified Public Accountant (CPA) હતા અને સમાજસેવા તથા શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપનાર હતા. તેઓ ગાબટ હાઈસ્કૂલના સ્થાપક દાતા હતા અને શિક્ષણના વિકાસ માટે તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેઓ ગુજરાતના ગાબટ ગામના વતની અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ સ્વ. કે. કે. શાહના પુત્ર હતા. કે. કે. શાહે 1971થી 1976 દરમિયાન તમિલનાડુના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. અવસાન થતાં ગાબટ ગામ માં શોક ની લાગણી જોવા મળી હતી તેમજ ગાબટ ગામે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એસોસિયન બજારમાં એક દિવસ માટે માર્કેટ તેમજ દુકાનો બંધ રાખી હતી