વડોદરા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની UCMAS એબેકસ સ્પર્ધામાં હિંમતનગરનું ગૌરવ વધાર્યું...
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
રમતજગત
વડોદરા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની UCMAS એબેકસ સ્પર્ધામાં હિંમતનગરનું ગૌરવ વધાર્યું...
હિંમતનગરની કિડ્સ-જી સ્કૂલમાં ભણતા માત્ર 5 વર્ષીય વિધાર્થી શુભ રાહુલભાઈ વાઝાએ રાજ્યકક્ષાની UCMAS એબેકસ સ્પર્ધામાં ચેમ્પિયન ટ્રોફી જીતીને હિંમતનગર શહેરનું તેમજ તેના સમાજનું ગૌરવ વધાર્યું છે.
વડોદરા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની UCMAS એબેકસ સ્પર્ધામાં શુભે ફાઉન્ડેશન લેવલ-1 કેટેગરીમાં ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે માત્ર એક મહિનાની તૈયારીથી જ શુભે રાજ્યભરના સ્પર્ધકોને પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવ્યું.એવોર્ડ સેરેમનીમાં ટ્રોફી મેળવવા માટે શુભ સાથે સ્ટેજ પર તેના માતા-પિતા, દાદા, નાનો ભાઈ તેમજ તેનો લડ્ડુ ગોપાલ - કુંજ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શુભને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી.
શુભના વાલીએ આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ UCMAS સેન્ટર, હિંમતનગર નો ખાસ આભાર માન્યો હતો.