ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. શામગહાન રેન્જના વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે.
DANG | By Akhand Bharat Team | Published:
ટેક
ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. શામગહાન રેન્જના વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. શામગહાન રેન્જના વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે.અખંડ ભારત ચૌધરી ભાવેશ મળતી માહિતી મુજબ, દીપડો રાત્રીના લગભગ 12 વાગ્યાના આસપાસ પાંજરામાં સપડાયો હતો. છેલ્લા કેટલાક સમયથી સાપુતારા આસપાસના વિસ્તારમાં દીપડાની હલચલ જોવા મળી રહી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે કબ્જામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટીમ દ્વારા સતત મોનિટરિંગ અને ટ્રેકિંગ બાદ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.સ્થાનિક લોકોએ પણ વન વિભાગની કામગીરીને બિરદાવી છે. હાલ દીપડાની તબિયત ચકાસવા માટે તબીબી તપાસ કરવામાં આવી રહી છે. અખંડ ભારત ચૌધરી ભાવેશ