ધારી ચલાલા વિસાવદર લાઇન બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન
JUNAGADH | By Akhand Bharat Team | Published:
ટેક
ધારી ચલાલા વિસાવદર લાઇન બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન
*વિષય: ધારી-ચલાલા-વિસાવદર રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની માંગ સાથે જન આંદોલનનો શંખનાદ*ધારી / વિસાવદર:ધારી-ચલાલા-વિસાવદર પંથકના લાખો લોકો છેલ્લા ઘણા વર્ષોથી રેલવેની પ્રાથમિક સુવિધાથી વંચિત છે. મીટર ગેજ ટ્રેન સેવાને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાના વાયદાઓ માત્ર કાગળ પર રહી જતાં સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે હવે ત્રણેય તાલુકાના અગ્રણીઓએ ભેગા મળીને ‘રેલ બચાવો આંદોલન સમિતિ’ની રચના કરી છે અને સરકાર સામે મોરચો માંડવાનો નિર્ણય લીધો છે.સમસ્યાના મુખ્ય મુદ્દાઓ:: સ્થાનિક જનતામાં એવી પ્રબળ લાગણી છે કે, વિસાવદર-તાલાલા વિસ્તારના લોકોની સુવિધાઓ માટે કામ કરવા તેમની ઉપેક્ષા થતી હોવાથી લોકોમાં.વર્ષોથી અટવાયેલો પ્રોજેક્ટ: બ્રોડગેજ. વર્ષો વીતી જવા છતાં કામગીરીમાં કોઈ નક્કર પ્રગતિ જોવા મળતી નથી.સેવાઓમાં ઘટાડો અને ભાડામાં વધારો: ૧૮ મહિના સુધી મીટર ગેજ ટ્રેન સેવા બંધ રાખ્યા બાદ હવે જ્યારે સેવા શરૂ થઈ છે, ત્યારે તેના ભાડા સામાન્ય મુસાફરો અને ગરીબ વર્ગ માટે પરવડે તેમ નથી. ડબલ એક્સપ્રેસ ભાડા વસૂલીને મુસાફરો પર આર્થિક બોજ લાદવામાં આવ્યો છે.ગેરકાયદેસર બાંધકામોનું સંરક્ષણ: સ્થાનિક સ્તરે અમુક ગેરકાયદેસર બાંધકામોને બચાવવા માટે રેલવે પ્રોજેક્ટમાં જાણીજોઈને વિલંબ કરવામાં આવતો હોવાની લોકચર્ચા છે, જેથી ચૂંટણી પહેલાં પીલર પર ટ્રેન મૂકીને ફોટા પડાવનાર નેતાઓ ચૂંટણી બાદ આ મુદ્દાને ભૂલી ગયા છે, જે પ્રજા સાથે થયેલો સીધો વિશ્વાસઘાત છે.આંદોલન સમિતિનો નિર્ધાર:ત્રણેય તાલુકાના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે મીટર ગેજને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રેલવે સેવા એ અમારો હક છે અને જનતા હવે આ અન્યાય સામે ચૂપ બેસવા તૈયાર નથી.આ પ્રેસનોટ દ્વારા સરકાર અને રેલવે તંત્રને અપીલ કરવામાં આવે છે કે જનતાની આ વાજબી માંગને ધ્યાનમાં રાખી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે, અન્યથા જનઆક્રોશનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.- રેલ બચાવો આંદોલન સમિતિ (ધારી-ચલાલા-વિસાવદર)