*નર્મદા જિલ્લામાં પેન્શનરો માટે વાર્ષિક હયાતીની ખરાઈ અંગે મહત્વપૂર્ણ જાણકારી*--*જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા. ૧ મે થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી કરાવી લેવાનું રહેશે* --રાજપીપલા, બુધવાર:- નર્મદા જિલ્લા તિજોરી કચેરી ખાતેથી IRLA સ્કીમ (બેંક) મારફતે રાજ્ય સરકારનું પેન્શન મેળવનાર તમામ પેન્શનરોને અખબારી યાદી મારફતે જાણ કરવામાં આવે છે કે, તેઓએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા. ૦૧ મે ૨૦૨૬ થી તા. ૩૧ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ફ
NARMADA | By Akhand Bharat Team | Published:
ટેક
*નર્મદા જિલ્લામાં પેન્શનરો માટે વાર્ષિક હયાતીની ખરાઈ અંગે મહત્વપૂર્ણ જાણકારી*--*જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા. ૧ મે થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી કરાવી લેવાનું રહેશે* --રાજપીપલા, બુધવાર:- નર્મદા જિલ્લા તિજોરી કચેરી ખાતેથી IRLA સ્કીમ (બેંક) મારફતે રાજ્ય સરકારનું પેન્શન મેળવનાર તમામ પેન્શનરોને અખબારી યાદી મારફતે જાણ કરવામાં આવે છે કે, તેઓએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા. ૦૧ મે ૨૦૨૬ થી તા. ૩૧ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ફ
*નર્મદા જિલ્લામાં પેન્શનરો માટે વાર્ષિક હયાતીની ખરાઈ અંગે મહત્વપૂર્ણ જાણકારી*--*જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા. ૧ મે થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી કરાવી લેવાનું રહેશે* --રાજપીપલા, બુધવાર:- નર્મદા જિલ્લા તિજોરી કચેરી ખાતેથી IRLA સ્કીમ (બેંક) મારફતે રાજ્ય સરકારનું પેન્શન મેળવનાર તમામ પેન્શનરોને અખબારી યાદી મારફતે જાણ કરવામાં આવે છે કે, તેઓએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા. ૦૧ મે ૨૦૨૬ થી તા. ૩૧ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ફરજિયાત રીતે કરાવી લેવાની રહેશે.પેન્શનરોને સુવિધા માટે હયાતીની ખરાઈ પોસ્ટ ઓફિસ દ્વારા ઘર બેઠા કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પેન્શનરોના નિવાસ સ્થાને જઈ, વિના મુલ્યે ‘જીવન પ્રમાણ’ એપ્લિકેશન દ્વારા હયાતીનું પ્રમાણપત્ર જનરેટ કરી આપશે.વધુમાં જણાવવામાં આવે છે કે તિજોરી કચેરી સાથે સંલગ્ન બેંક શાખાઓમાં પણ હયાતીની ખરાઈની કાર્યવાહી ચાલુ રહેશે. તેમજ સન ૨૦૨૫-૨૦૨૬ માટેનું આવક પ્રમાણપત્ર પેન્શનરો તેઓ જે બેંકમાંથી પેન્શન મેળવે છે, ત્યાંથી મેળવી શકશે.જિલ્લાના તમામ પેન્શનરોને સમયમર્યાદામાં હયાતીની ખરાઈ કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ રાજપીપલા-નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે. 0000