નર્મદા દત્તવાડા ગામમાં દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોને મળી રાહત સાગબારા તાલુકાના દત્તવાડા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના દેખાવને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. | Akhand Bharat Dainik
નર્મદા દત્તવાડા ગામમાં દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોને મળી રાહત સાગબારા તાલુકાના દત્તવાડા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના દેખાવને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
NARMADA | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
નર્મદા દત્તવાડા ગામમાં દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોને મળી રાહત સાગબારા તાલુકાના દત્તવાડા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના દેખાવને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન વન વિભાગે ગ્રામજનોના સહયોગથી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.વન વિભાગ અને ગામ લોકોની સંયુક્ત મહેનતના પરિણામે દીપડો સફળતાપૂર્વક પાંજરે પુરાયો હતો. દીપડો પકડાતા દત્તવાડા ગામ સહિત આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી.વન વિભાગે ગ્રામજનોને જંગલી પ્રાણીઓ દેખાય તો તેમની નજીક ન જવા તેમજ તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે. દીપડાને આગળની કાર્યવાહી માટે વન વિભાગની દેખરેખ હેઠળ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે. આ બાબતે સાગબારા આર.એફ.ઓ. પ્રવિણ ચૌધરી સાથે ટેલિફોનીક વાતચીત થતા તેમણે કહ્યું હતું કે રાત્રિના સમયે આ દીપડો સાગબારાના દત્તવાળા ખાતે પાંજરે પુરાયો હતો અને જેને રેસ્ક્યુ કરીને રાજપીપળા રેસ્ક્યૂ સેન્ટર માં લઈ જવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું,