સરકારશ્રી ના ઓનલાઈન પોર્ટલ ડિજિટલ ગુજરાતમાં કામ સરળ થવાના બદલે વધુ મુશ્કેલ બન્યું.
DEVBHUMI DWARKA | By Akhand Bharat Team | Published:
ટેક
સરકારશ્રી ના ઓનલાઈન પોર્ટલ ડિજિટલ ગુજરાતમાં કામ સરળ થવાના બદલે વધુ મુશ્કેલ બન્યું.
સરકારશ્રી ના ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ સુગમ ડિજિટલ ગુજરાત કરી કામ સરળ થવાને બદલે ઉલટાનું મુશ્કેલ થયું છે sso id ફરજીયાત કરવાથી જે લોકો ને આધાર મોબાઇલ નંબર લિંક ન હોય તેઓ ડિજિટલ ગુજરાતની કોઈ ઓનલાઇન સેવા ફાયદો મેળવી શકતું નથી તેમજ વાલીના આવકના દાખલા અને બાળકનો જાતિનો કે અન્ય કોઈ દાખલો બનાવો હોય તો બન્ને ની sso id ફરજીયાત બનાવી પડે છે તેમાં પણ આધારમાં બન્નેના સેમ મોબાઇલ નંબર હોય તો sso id બનતું નથી આથી ફરજીયાત આધાર માં અન્ય મોબાઇલ લિંક કરવા પડે છે જે લોકો બે મોબાઇલ રાખવા સક્ષમ ન હોય તેઓનું શું અને otp પણ અંદાજે ૬ થી ૭ લેવા પડે છે એક id પાછળ અંદાજિત ૨૦ મિનિટ જેટલો સમય લાગે છે.વધુમા ઑનલાઇન પોર્ટલ પર તલાટી પ્રમાણપત્ર અને અન્ય કાગળો દસ્તાવેજો માટે તો રૂબરૂ જવુ પડતું હોય તો ઓનલાઇન સેવા નો મતલબ શું? ઉપરાંત દાખલો બન્યા પછી તે દાખલામાં સ્ટેમ્પ તેમજ જાવક કરાવવા તો કચેરી પર ફરજીયાત જવું પડે છે. તેના માટે પણ અરજદારોને રજા રાખવી પડે છે. આથી આ ઓનલાઇન ડીજીટલ ગુજરાત ની પ્રક્રિયા થી કામ સરળ થવાને બદલે ઉલટાનું મુશ્કેલ બન્યું છે.આથી આ પોર્ટલ પર sso id બંધ કરી જે સરળ પ્રક્રિયા હતી તે મુજબ નું પોર્ટલ થાય તો ઓનલાઇન પ્રક્રિયા સરળ બની શકે.