આર.એમ.પી.એસ. ફ્લાઈંગ કિડ્સ પ્રી-સ્કૂલની દિવા રોડ, અંદાડા અને જીઆઈડીસી – ત્રણેય શાખાના પ્રી-પ્રાયમરી બાળકો માટે રવિરત્ન કાર શોરૂમની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રી-સ્કૂલના બાળકોને “Means of Transport” વિષયને પ્રત્યક્ષ અનુભવ સાથે સમજાવવા તેમજ તેમને વિવિધ પ્રકારના વાહનો, કારના ભાગો, વાહન ચલાવવાની પ્રક્રિયા અને માર્ગ સલામતી અંગે પ્રાથમિક જાણકારી આપવા માટે આ મુલાકાત યોજાઈ હતી. નાની ઉંમરના બાળકો માટે વર્ગખંડની બહાર જઈને વાસ્તવિક જીવનમાં શીખવાનો આ અનુભવ આનંદદાયક અને જ્ઞાનવર્ધક રહ્યો હતો.
મુલાકાત દરમિયાન બાળકોને કારના વિવિધ મોડલ તથા તેની વિશેષતાઓ વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. બાળકોને વાહન વ્યવહાર સાથે જોડાયેલી મૂળભૂત બાબતો તેમજ ટ્રાફિક નિયમો અને રોડ સેફ્ટીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું.
આ પ્રસંગે આર.એમ.પી.એસ. સાથે સંકળાયેલા ટ્રસ્ટી શ્રી મહાવીર જૈન તથા પ્રિન્સિપાલ શ્રીમતી અર્ચના નેગી પટેલની ઉપસ્થિતિ રહી હતી. તેમણે બાળકો સાથે સંવાદ કરી તેમની ઉત્સુકતા વધારી હતી અને શિક્ષણને પ્રત્યક્ષ અનુભવ સાથે જોડવાના આવા પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું હતું.
આ શૈક્ષણિક મુલાકાત દરમિયાન બાળકોએ ખૂબ જ ઉત્સાહ અને કુતૂહલ સાથે કાર શોરૂમની મુલાકાત લીધી હતી. ત્રણેય શાખાના બાળકો માટે યોજાયેલી આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ “Learning by Experiencing” દ્વારા બાળકોના જ્ઞાન, અવલોકનશક્તિ અને આસપાસની દુનિયા પ્રત્યેની જિજ્ઞાસાને વિકસાવવાનો હતો.
આ સમગ્ર મુલાકાત બાળકો માટે આનંદ, શીખવા અને નવા અનુભવોથી ભરપૂર રહી હતી.