દેડિયાપાડા તાલુકાના કોયલીવાવ ગામ પાસે હનુમાનજી મંદિર નજીક આજે અકસ્માતની ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નેત્રંગ તરફથી દેડિયાપાડા તરફ આવી રહેલી અલ્ટો કાર નંબર GJ-05-RM-3253 ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં કાર ચાલક ખાબજી ગામના રહેવાસી સંજયભાઈ ચંદુભાઈ વસાવા ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ 112 ઈમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, દેડિયાપાડા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હાલ આ અંગે વધુ તપાસ ચાલુ છે.