**સાયખા GIDCમાં મોરડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગ**
**ભરૂચ:** સાયખા GIDCમાં આવેલી **મોરડિયા કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.** આગના કારણે કંપની પરિસરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ દરમિયાન સોલ્વન્ટના ડ્રમ પણ ઉડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.