વલસાડ કોસંબા ગામે એકાદશી નિમિત્તે શ્રી કૃષ્ણ ભગવાન નું જળ અભિષેક | Akhand Bharat Dainik
વલસાડ કોસંબા ગામે એકાદશી નિમિત્તે શ્રી કૃષ્ણ ભગવાન નું જળ અભિષેક
VALSAD | By Akhand Bharat Team | Published:
તહેવાર
વલસાડ કોસંબા ગામે એકાદશી નિમિત્તે શ્રી કૃષ્ણ ભગવાન નું જળ અભિષેક
વલસાડ કોસંબા ખાતે તારીખ 22/09/2026 ને મંગળવારે એકાદશી નિમિત્તે ગામ ના બધા મંદિરો માંથી શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ને જળ અભિષેક કરવા માટે વલસાડ કોસંબા મા આવેલું દરિયા નું પવિત્ર સ્થળ છે. જે વલસાડ કોસંબા મા આ વેલી
ઓવર*ગા નદી અને સમુદ્ર ,જ્યાં બંને ના સંગમ થાય છે, તેવા પવિત્ર કિનારે લઈ જવામાં આવી.
ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ને બધાજ કોસંબા ગામ ના ભક્તો દ્વારા જળ અભિષેક કરાવ્યો.અને ભગતી સાથે ભજન કીર્તન કરાયા.જેમાં ગામ ના બધાજ ભાવિકો ભક્તો મા આવા શુભ પ્રસંગ નો આનંદ અનુભવાયો હતો.
તદ્દ ઉપરાંત શ્રી કૃષ્ણ ભગવાન ની પ્રતિમા ને સુંદર અને શુધ્ધ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા.
અને પછી શ્રી કૃષ્ણ ભગવાન ની આરતી કરવામાં આવી, સાથે ભગવાન ને પ્રસાદ ના ભોગ ધરાવવામાં અવયવો.
ત્યારબાદ બધાજ ભાવિકો આવા પવિત્ર સ્થળે સાથે બેસીને ભેગા મળીને ભગવાન કૃષ્ણની પ્રસાદી ખાવા નો આનંદ અનુભવ્યો.