ડેડકિયાળમાં દીપડાનો કહેર: ફળિયામાં રમતી 5 વર્ષની બાળકીનું મોત, સમગ્ર પંથકમાં ભયનો માહોલરાત્રિના સમયે અચાનક દીપડો ધસી આવ્યો, બાળકીને ઉઠાવી ખેતરમાં લઈ ગયો; શોધખોળ બાદ સોયાબીનના ખેતરમાંથી મૃતદેહ મળ્યોમેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામ નજીક દીપડાના હુમલાની અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પરિવાર સાથે રહેતી અને ફળિયામાં રમતી પાંચ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી તેને ઉઠાવી જતાં બાળકીનું મોત થયું છે. આ ઘટનાને પગલે ડેડકિયાળ સહિત આસપાસના | Akhand Bharat Dainik
ડેડકિયાળમાં દીપડાનો કહેર: ફળિયામાં રમતી 5 વર્ષની બાળકીનું મોત, સમગ્ર પંથકમાં ભયનો માહોલરાત્રિના સમયે અચાનક દીપડો ધસી આવ્યો, બાળકીને ઉઠાવી ખેતરમાં લઈ ગયો; શોધખોળ બાદ સોયાબીનના ખેતરમાંથી મૃતદેહ મળ્યોમેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામ નજીક દીપડાના હુમલાની અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પરિવાર સાથે રહેતી અને ફળિયામાં રમતી પાંચ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી તેને ઉઠાવી જતાં બાળકીનું મોત થયું છે. આ ઘટનાને પગલે ડેડકિયાળ સહિત આસપાસના
JUNAGADH | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ડેડકિયાળમાં દીપડાનો કહેર: ફળિયામાં રમતી 5 વર્ષની બાળકીનું મોત, સમગ્ર પંથકમાં ભયનો માહોલરાત્રિના સમયે અચાનક દીપડો ધસી આવ્યો, બાળકીને ઉઠાવી ખેતરમાં લઈ ગયો; શોધખોળ બાદ સોયાબીનના ખેતરમાંથી મૃતદેહ મળ્યોમેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામ નજીક દીપડાના હુમલાની અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પરિવાર સાથે રહેતી અને ફળિયામાં રમતી પાંચ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી તેને ઉઠાવી જતાં બાળકીનું મોત થયું છે. આ ઘટનાને પગલે ડેડકિયાળ સહિત આસપાસના
ડેડકિયાળમાં દીપડાનો કહેર: ફળિયામાં રમતી 5 વર્ષની બાળકીનું મોત, સમગ્ર પંથકમાં ભયનો માહોલ
રાત્રિના સમયે અચાનક દીપડો ધસી આવ્યો, બાળકીને ઉઠાવી ખેતરમાં લઈ ગયો; શોધખોળ બાદ સોયાબીનના ખેતરમાંથી મૃતદેહ મળ્યો
મેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામ નજીક દીપડાના હુમલાની અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પરિવાર સાથે રહેતી અને ફળિયામાં રમતી પાંચ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી તેને ઉઠાવી જતાં બાળકીનું મોત થયું છે. આ ઘટનાને પગલે ડેડકિયાળ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, ડેડકિયાળ ગામની નજીક આવેલી થોભણભાઈ કોરાટની વાડીમાં છેલ્લા આશરે બે વર્ષથી દેવીપૂજક સમાજનો પરિવાર ભાગીયા તરીકે રહી ખેતીકામ કરી જીવન ગુજારી રહ્યો હતો. પરિવારના સભ્યો રોજિંદા ખેતીકામમાં વ્યસ્ત રહેતા હતા અને વાડી વિસ્તારમાં જ પરિવાર સાથે રહેતા હતા.
દરમિયાન રાત્રિના આશરે 8 વાગ્યાના અરસામાં પરિવારની પાંચ વર્ષની બાળકી પીસા સંજયભાઈ સોલંકી ફળિયામાં રમતી હતી. આ દરમિયાન અચાનક દીપડો ફળિયામાં ધસી આવ્યો હતો અને બાળકી પર હુમલો કરી તેને ઉઠાવી નજીકના ખેતર તરફ લઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી.
પરિવારજનો અને ગ્રામજનો દ્વારા રાત્રી દરમિયાન શોધખોળ
બાળકી ગુમ થયાની જાણ થતાં પરિવારજનો તથા આસપાસના ગ્રામજનો તાત્કાલિક એકત્ર થયા હતા અને દીપડો કઈ દિશામાં બાળકીને લઈ ગયો તે અંગે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. રાત્રિનો સમય હોવા છતાં ગ્રામજનોએ હિંમતભેર આસપાસના ખેતરો અને વાડી વિસ્તારમાં બાળકીની શોધખોળ હાથ ધરી હતી.
ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવ્યા બાદ વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ અંતે સોયાબીનના ખેતરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પાંચ વર્ષની માસૂમ બાળકીનું આ રીતે મોત થતાં પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ સમગ્ર ગામમાં પ્રસરી જતા લોકોમાં શોકની લાગણી સાથે ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વન વિભાગની કામગીરી અંગે ગ્રામજનોમાં રોષ
આ ઘટનાને લઈને ગ્રામજનોમાં વન વિભાગની કામગીરી અંગે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, ઘટનાની જાણ કરવા માટે વન વિભાગના જવાબદાર અધિકારીઓને વારંવાર ફોન કરવામાં આવ્યા હોવા છતાં શરૂઆતના તબક્કે જવાબદાર અધિકારીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા.
જોકે, બાદમાં મેંદરડા વન વિભાગના અધિકારી ગલચર સાહેબ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાળકીની શોધખોળ સહિતની કામગીરીમાં જોડાયા હતા.
સ્થાનિકો દ્વારા ડેડકિયાળ વિસ્તાર કઈ વન રેન્જ હેઠળ આવે છે, તેમજ આવી ગંભીર ઘટનાની જાણ થતાં કઈ ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે છે તે અંગે પણ સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી રહી છે.
હુમલો કરનાર દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ
બાળકીના મોત બાદ ડેડકિયાળ ગામના ગ્રામજનો અને દેવીપૂજક સમાજમાં ભયની લાગણી વધુ ઘેરી બની છે. ગ્રામજનોનું કહેવું છે કે વાડી વિસ્તારમાં ખેતીકામ કરતા પરિવારો, મહિલાઓ અને નાના બાળકોની સુરક્ષા સામે હવે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.
ગ્રામજનો દ્વારા વન વિભાગ સમક્ષ હુમલો કરનાર દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે, તેમજ દીપડાની હિલચાલ અંગે સતત નજર રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સાથે જ જ્યાં ઘટના બની છે તે વિસ્તાર અને આસપાસના ખેતરોમાં વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે, જરૂરી સ્થળોએ પાંજરા મૂકવામાં આવે અને ગ્રામજનોને સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
પરિવારને સરકારી સહાય અને વળતરની માંગ
આ દુઃખદ ઘટનામાં માસૂમ બાળકી ગુમાવનાર પરિવાર અત્યંત આઘાતમાં છે. પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારના લાગુ નિયમો મુજબ પરિવારને યોગ્ય વળતર અને જરૂરી સહાય તાત્કાલિક આપવામાં આવે તેવી પણ ગ્રામજનો તથા સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોનું કહેવું છે કે માત્ર ઘટનાના સમય પૂરતી કામગીરી નહીં પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પણ વન વિભાગે આ વિસ્તારમાં દીપડાની હિલચાલ અંગે સર્વે અને જરૂરી સુરક્ષાત્મક પગલાં હાથ ધરવા જોઈએ.
ડેડકિયાળ ગામ નજીક પાંચ વર્ષની માસૂમ બાળકીના દીપડાના હુમલામાં થયેલા મોતની આ ઘટના મેંદરડા તાલુકામાં માનવ અને વન્યજીવ વચ્ચે વધતા સંઘર્ષ અંગે ગંભીર ચિંતા ઉભી કરે છે. હવે વન વિભાગ દ્વારા વિસ્તારની સુરક્ષા માટે કયા તાત્કાલિક અને કાયમી પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર રહેશે.