દેલવાડા હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ
| By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
દેલવાડા હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ
*દેલવાડા હાઈસ્કૂલ ખાતે તાલુકાકક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ*
ખેલ મહાકુંભ ૨૦૨૬-૨૭ અંતર્ગત તાલુકા વ્યાયામ મંડળ દ્વારા આયોજિત ભાઈઓ અને બહેનોની ચેસ સ્પર્ધા પટેલ એચ.ડી. સાર્વજનિક વિદ્યાલય, દેલવાડા મુકામે યોજાઇ જેમાં માણસા તાલુકાની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકો તેમજ માર્ગદર્શક શિક્ષકોની ઉપસ્થિતિ રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી, વ્યાયામ શિક્ષક અને ચેસ સ્પર્ધાના કન્વીનરશ્રી દિલીપભાઈ પટેલ તેમજ શાળાના સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી મહેશભાઈ પટેલ દ્વારા બાળકોને સ્પર્ધામાં ભાગ લેવા બદલ સૌને અભિનંદન પાઠવી આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. ઉલ્લેખનીય છે છેલ્લા પાંચ વર્ષથી ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું સદર હાઈસ્કૂલમાં સફળ આયોજન કરવામાં આવે છે. સૌ ખેલાડીઓ ઉત્સાહી જોવા મળ્યા હતા.