અનાવલ ગામે શુક્લેશ્વર મહાદેવ મંદિરના ઓવારા પાસે ગણપતિ બાપાની મૂર્તિના વિસર્જન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલી આ શોભાયાત્રા નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
શોભાયાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપાના જયઘોષ સાથે શોભાયાત્રા આગળ વધી હતી. ત્યારબાદ શુક્લેશ્વર મહાદેવ મંદિરના ઓવારા પાસે ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચના સાથે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણપતિ બાપાને ભાવભીની વિદાય આપતા ભક્તોએ આગામી વર્ષે ફરીથી બાપાના આગમનની પ્રાર્થના કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.