અનંત ચતુર્દશી આખરે ગણપતિ દાદા એ ભવ્ય મહા આરતી બાદ વિદાય લીધી | Akhand Bharat Dainik
અનંત ચતુર્દશી આખરે ગણપતિ દાદા એ ભવ્ય મહા આરતી બાદ વિદાય લીધી
AMRELI | By Akhand Bharat Team | Published:
આધ્યાત્મિક
અનંત ચતુર્દશી આખરે ગણપતિ દાદા એ ભવ્ય મહા આરતી બાદ વિદાય લીધી
સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત પરમ પૂજ્ય ઉષા મૈયા કાના તળાવ આશ્રમ ના સાનિધ્ય દ્વારા ગણપતિ દાદા ને હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા મહા આરતી બાદ વિદાય આપવામાં આવી આ ગણપતિ મહોત્સવમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી એક્ટિવિટી બાળકો દ્વારા કરાવવામાં આવી જેમાં નૃત્ય, કલા પેઇન્ટિંગ, હનુમાન ચાલીસા બ્લડ કેમ્પ નું આયોજન તેમજ રોજ અવનવી થીમ દ્વારા ગણપતિદાદાને શણગાર કરવામાં આવ્યો હતો. વિદાય સમયે પણ મહા આરતી લાભ બાદ લકી ડ્રો દ્વારા આરતી ની થાળી ને કુપન આપવામાં આવ્યા હતા અને પાંચ વિજાતાને પરમ પૂજ્ય ઉષા મૈયાના વરદ હસ્તે સોનાના સિક્કાની ભેટ આપવામાં આવ્યા હતા ત્યારબાદ મુંબઈથી આવેલી અઘોરા ટીમ દ્વારા અઘોરી પ્રદર્શન તેમજ ઢોલ નગારા દ્વારા ગણપતિદાદાને વિદાય કરવામાં આવ્યા હતા જેમાં 2700 કિલો ચુરમાના લાડુનો મહાપ્રસાદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યો હતો પોલીસના બંદોબસ્ત હેઠળ ખૂબ ભવ્ય શોભા યાત્રા મોડી રાત સુધ ગણપતિી દાદાની શોભા યાત્રા લોકોએ ભાવવિભોર દ્રશ્યો સર્જાયાા સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત આ ગણપતિ મહોત્સવ પરંપરાગત રીતે ભવ્યમાં ભવ્ય ઉજવવામાં આવે છે તાલુકા રિપોર્ટર પ્રશાંતકુમાર વનરા