અનંત ચતુર્દશીએ રામવાટિકા સોસાયટીમાં ગણપતિ વિસર્જન
અંકલેશ્વર: તાલુકાના ગોપાલનગર ખાતે આવેલી રામવાટિકા સોસાયટીમાં અનંત ચતુર્દશીના પાવન અવસરે ગણપતિ બાપ્પાનું 12મા દિવસે સામૂહિક રીતે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણપતિ વિસર્જન પ્રસંગે સોસાયટીના રહિશો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઢોલ-નગારાના તાલ સાથે ગણપતિ બાપ્પાની ભવ્ય વિદાય કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ **“ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો”**ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
વિસર્જન બાદ ઉપસ્થિત ભક્તો અને રહિશો માટે ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.