બાવળા સાણંદ ચોકડી પર ભાજપનું ટ્રાફિક અવેરનેસ અભિયાનવાહનચાલકોને ફૂલ આપી ટ્રાફિક નિયમોના પાલન માટે કરાઈ અપીલ | Akhand Bharat Dainik
બાવળા સાણંદ ચોકડી પર ભાજપનું ટ્રાફિક અવેરનેસ અભિયાનવાહનચાલકોને ફૂલ આપી ટ્રાફિક નિયમોના પાલન માટે કરાઈ અપીલ
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
હેલ્થ
બાવળા સાણંદ ચોકડી પર ભાજપનું ટ્રાફિક અવેરનેસ અભિયાનવાહનચાલકોને ફૂલ આપી ટ્રાફિક નિયમોના પાલન માટે કરાઈ અપીલ
બાવળા શહેર ભાજપ દ્વારા આજરોજ બાવળા સાણંદ ચોકડી ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજી માર્ગ સુરક્ષા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વાહનચાલકોને ફૂલ આપી ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કર્યા હતા.
આ અભિયાન દરમિયાન વાહનચાલકોને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું તેમજ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું તે અંગે સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સેવા પ્રવૃત્તિ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં પ્રદેશ મહિલા મોરચાના મંત્રી સરલાબેન મકવાણા, અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી રંજનબેન ચૌહાણ, અમદાવાદ કિસાન મોરચાના પ્રમુખ ચંદ્રકાંત પટેલ સહિત પોલીસ જવાનો તથા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકરોએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતો અટકાવવા માટે દરેક વાહનચાલક ટ્રાફિક નિયમોનું પાલન કરે અને પોતાની સાથે અન્ય લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખે તે જરૂરી છે.