ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી કલેક્ટર કચેરીનું ઉદ્ઘાટન અને ૬૦૦ કરોડથી વધુના વિકાસકાર્યો સંપન્ન | Akhand Bharat Dainik
ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી કલેક્ટર કચેરીનું ઉદ્ઘાટન અને ૬૦૦ કરોડથી વધુના વિકાસકાર્યો સંપન્ન
BHAVNAGAR | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી કલેક્ટર કચેરીનું ઉદ્ઘાટન અને ૬૦૦ કરોડથી વધુના વિકાસકાર્યો સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાવનગર ના વિદ્યાનગર ખાતે નવી કલેક્ટર કચેરીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીકરીઓએ મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય સામાયું કર્યું હતું અને તેમણે નવી કચેરીની મુલાકાત પણ લીધી હતી.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મંત્રી જીતુ વાઘાણી સહિત અનેક ધારાસભ્યો, સાંસદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના આ પ્રવાસ દરમિયાન અંદાજે ૬૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો પણ યોજાયા હતા.