ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે બિલીરૂબિન મીટર મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું. | Akhand Bharat Dainik
ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે બિલીરૂબિન મીટર મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું.
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
હેલ્થ
ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે બિલીરૂબિન મીટર મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકામાં આવેલી રેફરલ હોસ્પિટલમાં બાળકોને થતા જન્મજાત કમળો માપવા માટે નું નોન ઇન્વેજીવ બિલીરૂબિનો મીટર ઉપલબ્ધ કરવામાં આવ્યું.
આ વિશે વધુ માહિતી મેળવતા અધિક્ષક ડો શ્રી રવિ કુમાર ઝાપડીયા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે આ મશીન 0 થી 20 દિવસ સુધીમાં બાળકનું બિલીરૂબિનમીટર કે જે કમળામાં વધે છે તે માપી શકે છે.
આજ થી બાળકોમાં થતા જન્મજાત કમળાની સારવાર માં આ મશીન દ્વારા તપાસ કરીને સારવાર કરવામાં આવશે.