નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટા મંડાળા ગામ ખાતે ગ્રામજનો અને યુવાનોના સહયોગથી નવનિર્મિત કબડ્ડી ગ્રાઉન્ડનું ભવ્ય લોકાર્પણ અને ઉજઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉજઘાટન પ્રસંગે સમગ્ર ગામમાં અને યુવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ઉજઘાટક તરીકે યુવા સામાજિક આગેવાન શ્રી ભૂપેન્દ્રભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે ફીત કાપીને તથા કબડ્ડી કોર્ટનું પૂજન કરીને ગ્રાઉન્ડનું વિધિવત ઉજઘાટન કરવામાં આવ્યું હતું. ઉજઘાટન બાદ તેમણે ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
ભૂપેન્દ્રભાઈનું પ્રેરક સંભોધોન:
આ ઉજઘાટન પ્રસંગે પોતાના પ્રવચનમાં ભૂપેન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, "કબડ્ડી એ માત્ર રમત નથી, એ આપણી માટીની ઓળખ છે. આજનો યુવાન જો મોબાઈલ અને વ્યસનના રવાડે ચડવાને બદલે મેદાન તરફ વળશે તો જ ગામ અને સમાજ મજબૂત બનશે. મોટા મંડાળાના યુવાનોમાં ખૂબ જ ટેલેન્ટ છે, આ ગ્રાઉન્ડ તેમને તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ રમવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે આગળ લાવવા માટે તેઓ હરહંમેશ પ્રયત્નશીલ રહેશે.
હરહંમેશ યુવાનોની પડખે ઉભા રહેતા આગેવાન:
ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્રભાઈ વસાવા એ માત્ર નામના જ નહીં પણ કામના આગેવાન છે. સામાજિક સેવા હોય, શિક્ષણ જાગૃતિ હોય કે રમત-ગમતના કાર્યો હોય, તેઓ હરહંમેશ યુવાનોની પડખે અડીખમ ઉભા રહે છે. ગામમાં કોઈપણ સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગનું ઉજઘાટન હોય કે કોઈ વિકાસનું કામ હોય તેમનું યોગદાન હંમેશા અગ્રેસર હોય છે. તેમની આ નિસ્વાર્થ સેવાભાવનાથી તેઓએ સમાજમાં એક ઉત્તમ અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.અંતે ગામના યુવાનોએ ભૂપેન્દ્રભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્થળ: મોટા મંડાળા, તા. ડેડીયાપાડા, જી. નર્મદા