હિંમતનગરના ગાંધી રોડ, નવા બજારમાં પાલિકા દ્વારા ટ્રેન્ચ સફાઈ અને વીજ કનેક્શનનું કામ કરાયું..બે દિવસ દુકાનો બંધ રહેશે, વીજ કંપની કામગીરી પૂર્ણ કરશે... | Akhand Bharat Dainik
હિંમતનગરના ગાંધી રોડ, નવા બજારમાં પાલિકા દ્વારા ટ્રેન્ચ સફાઈ અને વીજ કનેક્શનનું કામ કરાયું..બે દિવસ દુકાનો બંધ રહેશે, વીજ કંપની કામગીરી પૂર્ણ કરશે...
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
હિંમતનગરના ગાંધી રોડ, નવા બજારમાં પાલિકા દ્વારા ટ્રેન્ચ સફાઈ અને વીજ કનેક્શનનું કામ કરાયું..બે દિવસ દુકાનો બંધ રહેશે, વીજ કંપની કામગીરી પૂર્ણ કરશે...
હિંમતનગરના ટાવર રોડ નજીક આવેલા નવા બજાર અને ગાંધી રોડ પર હિંમતનગર નગરપાલિકા દ્વારા અગાઉ સ્થાનિક વેપારીઓને જાણ કરીને શનિવારે વીજ પુરવઠો બંધ કરાયા બાદ રોડની બંન્ને તરફ જેસીબીની મદદથી ટ્રેન્ચ સફાઈ અને વીજ કનેક્શનની કામગીરી શરૂ કરાઈ હતી. જેના લીધે આ વિસ્તારમાં લોકોની અવર જવર બંધ રખાઈ હતી આ કામગીરી રવિવાર સુધી ચાલશે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરના ધમધમતા એવા ગાંધી રોડ અને નવા બજાર વિસ્તાર વર્ષોથી ધંધો કરતા વેપારીઓ તથા સ્થાનિક પ્રજા માટે નગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ અગાઉ નવીન રોડ બન્યા બાદ લાઈટો ચાલુ ન થવા અને અંડરગ્રાઉન્ડ વાયરિંગના કનેક્શન ન મળવાને કારણે વેપારીઓએ અવાર નવાર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ પાલિકાની કામગીરીથી નારાજગી દર્શાવી હતી એટલુ જ નહીં પણ સ્થાનિક વેપારીઓએ બજાર બંધ રાખી પાલિકામાં રજૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપે તત્કાલિન સમયે નગરપાલિકાના સત્તાવાળાઓએ વેપારીઓની આ સમસ્યાનો ઉકેલ તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં લાવવાની હૈયાધારણ આપી હતી
દરમ્યાન નગરપાલિકાએ વીજ કંપની સાથે ચર્ચા અને આયોજન કરીને શનિવાર સવારથી જેસીબી વડે ટ્રેંચના ઢાંકણ ખોલવામાં આવ્યા હતા અને સફાઈ કામગીરી કરીને કાદવ કીચડને બહાર કાઢવામાં આવ્યો હતો તો બીજી તરફ વીજ કંપની દ્વારા રોડ પરના થાંભલા, દુકાનોના વીજ કનેક્શનનું સમારકામ શરૂ કરાયું હતું. સાથો સાથ સફાઈ અને પાણીની પાઈપલાઈનનું કામ ચાલુ કરાયું હતું. જોકે વીજ કનેક્શન અંડરગ્રાઉન્ડ કરવાના હોવાથી રવિવારે આ વિસ્તારમાં વીજળી બંધ રહેશે...
દિનેશભાઈ સોનગરા હિંમતનગર..