મહિલા સશક્તિકરણ અને 'વોકલ ફોર લોકલ'ના જીવંત સંગમ સમા 'સરસ મેળા'નો દાહોદ ખાતે ભવ્ય પ્રારંભ | Akhand Bharat Dainik
મહિલા સશક્તિકરણ અને 'વોકલ ફોર લોકલ'ના જીવંત સંગમ સમા 'સરસ મેળા'નો દાહોદ ખાતે ભવ્ય પ્રારંભ
DAHOD | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
મહિલા સશક્તિકરણ અને 'વોકલ ફોર લોકલ'ના જીવંત સંગમ સમા 'સરસ મેળા'નો દાહોદ ખાતે ભવ્ય પ્રારંભ
મહિલા સશક્તિકરણ અને 'વોકલ ફોર લોકલ'ના જીવંત સંગમ સમા 'સરસ મેળા'નો દાહોદ ખાતે ભવ્ય પ્રારંભ
૦૦૦
રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમેશ કટારાના હસ્તે સરસ મેળો ખુલ્લો મુકાયો
000
સ્વસહાય જૂથો, સખીમંડળની બહેનો અને મહિલા ઉદ્યોગ સાહસિકોના વિવિધ ઉત્પાદનો બનશે મુખ્ય આકર્ષણ
૦૦૦
“સરસ મેળો એ માત્ર સ્થાનિક ચીજવસ્તુઓના વેચાણનું કેન્દ્ર નથી, પણ આપણી ‘નારીશક્તિ’ના સ્વાવલંબન અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પની જીવંત પ્રતીતિ છે.” : રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારા
૦૦૦
દાહોદ ,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત', મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં 'સરસ મેળો'નું આયોજન કરવામાં આવ્યું છે.
આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે દાહોદ ખાતે પણ જિલ્લા કક્ષાના 'સરસ મેળો-૨૦૨૬'નો ભવ્ય પ્રારંભ થયો છે. કેશવ માધવ રંગમંચ, દાહોદ ખાતે યોજાયેલા આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમેશ કટારાના હસ્તે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, સરસ મેળો એ માત્ર સ્થાનિક ચીજવસ્તુઓના વેચાણનું કેન્દ્ર નથી, પણ આપણી ‘નારીશક્તિ’ના સ્વાવલંબન અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પની જીવંત પ્રતીતિ છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા ભાજપ મંત્રી સ્નેહલ ધરિયા, DRDA ડાયરેક્ટર તથા અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.
તા. ૨૬/૦૯/૨૦૨૬ થી તા. ૩૦/૦૯/૨૦૨૬ દરમિયાન દરરોજ સવારે ૧૦: ૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રહેનારા આ મેળામાં જિલ્લાના પાયાના સ્તરેથી પરિવર્તન લાવી રહેલી મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા પોતાના વિશિષ્ટ ઉત્પાદનો અને ઇનોવેશન્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આ મેળામાં મહિલાઓ દ્વારા સ્વહસ્તે તૈયાર કરાયેલી પ્રસિદ્ધ , વાંસની બનાવતા બાંધણી, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, ઇમિટેશન જ્વેલરી, આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક વસ્તુઓ, અગરબત્તી, પેચવર્ક, ડ્રેસ મટીરિયલ તથા ઘર સુશોભનની અવનવી ચીજવસ્તુઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ ઉપરાંત, સ્વાદિષ્ટ હોમમેઇડ ફૂડ પ્રોડક્ટ્સ જેવી કે અથાણાં, પાપડ અને ખાખરા જેવી ગૃહઉદ્યોગની વાનગીઓ પણ મોટી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપતો આ મેળો દાહોદ જિલ્લાની આર્થિક ભાગીદારીને વેગ આપવાની સાથે હજારો મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની નવી પ્રેરણા પૂરી પાડશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદની જનતાને આ સરસ મેળાની મુલાકાત લઈ મહિલા શક્તિના કૌશલ્યને બિરદાવવા અને 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને સાકાર કરવા અપીલ કરવામાં આવી છે.