*મોટી બાંડીબાર માં ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું* | Akhand Bharat Dainik
*મોટી બાંડીબાર માં ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું*
DAHOD | By Akhand Bharat Team | Published:
તહેવાર
*મોટી બાંડીબાર માં ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું*
*મોટી બાંડીબાર માં ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું* દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામેદર વર્ષના જેમ આ વર્ષે પણ ઠેર ઠેર ગણપતિ બાપા ની ધાર્મિક વિધિ થી સ્થાપના કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ગણપતિ દાદા મંદિર. મહાકાળી માતા મંદિર. વરુણ દેવ મંદિર. લબાના શેરી ફળિયું તેમજ ગામ ના દરેક ફળિયા માં ઠેર ઠેર ગણપતિ બાપા ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી હતી ગણેશ ચતુર્થી થી અનંતચતુર્દશી સુધી દશ દશ દિવસ સુધી દરરોજ પૂજા આરાધના કરવામાં આવી હતી.અને દાદા ના ભક્તો દ્વારા મહાકાલી માતાજી મંદિર અને ગણપતિ દાદા મંદિર માં દાદા ને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો દશ દશ દિવસ ના બાપ્પા ના આતિથ્ય બાદ આજરોજ સમગ્ર ગ્રામજનો દ્વારા ઉમંગ ઉત્સાહ સાથે ડીજે ના તાલે ભક્તિમય વાતાવરણ માં ધામધૂમ થી ગણપતિ બાપા ની વિસર્જન શોભાયાત્રા મોટી બાંડીબારના માર્ગો પરથી નીકળી હતી જે વર્ષો જૂની પરંપરા મુજબ તળાવ પર પહોંચી જ્યાં આરતી ઉતારી *અગલે બરસ તુમ જલ્દી આના* ના નાદ સાથે બાપ્પા ને વિદાય આપવામાં આવી હતી *હસમુખ પ્રજાપતી બાંડીબાર*