નંદોજ ખાતે તાલુકા કક્ષાનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો
નંદોજ, તા. 25 સપ્ટેમ્બર 2026:
શ્રીમતી એન.કે.જે. તન્ના જ્ઞાનદીપ વિદ્યાલય, નંદોજ ખાતે તા. 25 સપ્ટેમ્બર, 2026ના રોજ ભિલોડા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. કાર્યક્રમમાં E.I. (Education Inspector) શ્રી જયેશભાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભિલોડા તાલુકા કક્ષાના કલા મહાકુંભના કન્વીનર શ્રી હસમુખભાઈ બી. પટેલના આયોજન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભિલોડા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ કલાત્મક સ્પર્ધાઓમાં પોતાની કલા, સર્જનાત્મકતા તથા પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
કલા મહાકુંભના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન અને યોગ્ય મંચ પૂરું પાડવાનો હેતુ સિદ્ધ થયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો તથા શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત આયોજન સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
રિપોર્ટર: પટેલ જોફિનકુમાર એલ.