નવસારી જિલ્લામાં બીલીમોરા, ચીખલી, અમલસાડ અને ગણદેવીમાં રઝળતા ઢોરોના આતંકથી સ્થાનિક લોકો પરેશાન વાહન ચલાવતા લોકોની મુશ્કેલી વધી: કલેક્ટરને રજૂઆત.છેલ્લા ઘણા સમયથી હેરાન થતા અનેક રાહદારીઓ રજૂઆત કરતા આ બાબતે નવસારી કલેકટરને રજુઆત કરી છે,આશા રાખું છું કે પશુપાલકો પણ સામાન્ય રાહદારીઓની વેદનાઓ સમજશે-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.નવસારી જિલ્લાના બીલીમોરા, ચીખલી, અમલસાડ અને ગણદેવી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા પર રઝળતા ઢોરોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. આ | Akhand Bharat Dainik
નવસારી જિલ્લામાં બીલીમોરા, ચીખલી, અમલસાડ અને ગણદેવીમાં રઝળતા ઢોરોના આતંકથી સ્થાનિક લોકો પરેશાન વાહન ચલાવતા લોકોની મુશ્કેલી વધી: કલેક્ટરને રજૂઆત.છેલ્લા ઘણા સમયથી હેરાન થતા અનેક રાહદારીઓ રજૂઆત કરતા આ બાબતે નવસારી કલેકટરને રજુઆત કરી છે,આશા રાખું છું કે પશુપાલકો પણ સામાન્ય રાહદારીઓની વેદનાઓ સમજશે-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.નવસારી જિલ્લાના બીલીમોરા, ચીખલી, અમલસાડ અને ગણદેવી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા પર રઝળતા ઢોરોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. આ
NAVSARI | By Akhand Bharat Team | Published:
અકસ્માત
નવસારી જિલ્લામાં બીલીમોરા, ચીખલી, અમલસાડ અને ગણદેવીમાં રઝળતા ઢોરોના આતંકથી સ્થાનિક લોકો પરેશાન વાહન ચલાવતા લોકોની મુશ્કેલી વધી: કલેક્ટરને રજૂઆત.છેલ્લા ઘણા સમયથી હેરાન થતા અનેક રાહદારીઓ રજૂઆત કરતા આ બાબતે નવસારી કલેકટરને રજુઆત કરી છે,આશા રાખું છું કે પશુપાલકો પણ સામાન્ય રાહદારીઓની વેદનાઓ સમજશે-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.નવસારી જિલ્લાના બીલીમોરા, ચીખલી, અમલસાડ અને ગણદેવી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા પર રઝળતા ઢોરોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. આ
નવસારી જિલ્લામાં બીલીમોરા, ચીખલી, અમલસાડ અને ગણદેવીમાં રઝળતા ઢોરોના આતંકથી સ્થાનિક લોકો પરેશાન વાહન ચલાવતા લોકોની મુશ્કેલી વધી: કલેક્ટરને રજૂઆત.
છેલ્લા ઘણા સમયથી હેરાન થતા અનેક રાહદારીઓ રજૂઆત કરતા આ બાબતે નવસારી કલેકટરને રજુઆત કરી છે,આશા રાખું છું કે પશુપાલકો પણ સામાન્ય રાહદારીઓની વેદનાઓ સમજશે-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.
નવસારી જિલ્લાના બીલીમોરા, ચીખલી, અમલસાડ અને ગણદેવી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા પર રઝળતા ઢોરોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે સમસ્ત આદિવાસી સમાજના યુવાઆગેવાન અને જાણીતા જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે નવસારી જિલ્લા કલેક્ટરને એક ઈમેલ દ્વારા લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.ડો. નિરવ પટેલે રજૂઆતમાં જણાવ્યું છે કે આ વિસ્તારોના મુખ્ય માર્ગો અને જાહેર ચાર રસ્તાઓ પર ગાયો અને આખલાઓ અડિંગો જમાવીને બેસે છે, જેના કારણે સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તાની વચ્ચે અચાનક પશુઓ આવી જવાથી કે રાત્રિના અંધારામાં ન દેખાવાને લીધે રોજિંદા નાના-મોટા અકસ્માતો સર્જાય છે, જેમાં કેટલાક કિસ્સાઓમાં જીવલેણ અકસ્માતો પણ થયા છે.વધુમાં, મુખ્ય બજારો અને હાઈવે પર પશુઓના કારણે ગંભીર ટ્રાફિક જામ સર્જાય છે, જેમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનો પણ ફસાઈ જાય છે. આખલાઓની પરસ્પર લડાઈને કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં સતત ભયનો માહોલ રહે છે. આ ઉપરાંત, રસ્તાઓ પર પશુઓના મળમૂત્રના કારણે ગંદકી ફેલાય છે, જેનાથી વાહનો સ્લિપ થવાનો અને ચોમાસામાં રોગચાળો ફેલાવવાનો ભય વધી ગયો છે.સ્થાનિક નગરપાલિકાઓ કે ગ્રામ પંચાયતો દ્વારા આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પશુમાલિકો પણ પોતાના પશુઓને જાહેર રસ્તા પર બિનવારસી છોડી દે છે. ડો. નિરવ પટેલે લોકહિતના આ પ્રશ્નને ગંભીરતાથી લઈ, સંબંધિત તંત્રને આદેશ આપી કડક કાનૂની કાર્યવાહી કરશે એવી અપેક્ષા રાખ્યે છીએ.