સેવા સેતુ કાર્ય ક્રમ સીતાગઢ | Akhand Bharat Dainik
સેવા સેતુ કાર્ય ક્રમ સીતાગઢ
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
મનોરંજન
સેવા સેતુ કાર્ય ક્રમ સીતાગઢ
સેવા સેતુ કાર્યક્રમ – સીતાગઢ ગામ
આજ રોજ તા. 25/09/2026, શુક્રવારના રોજ સીતાગઢ ગામે “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં:
???? આધાર કાર્ડ સંબંધિત કામગીરી
???? રેશન કાર્ડની કામગીરી
???? PGVCL સંબંધિત સેવાઓ
???? આરોગ્ય વિભાગની સેવાઓ
???? પશુ આરોગ્ય વિભાગની સેવાઓ
???? PM-JAY કાર્ડ
???? ABHA કાર્ડ
???? તેમજ અન્ય વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગેની કામગીરી કરવામાં આવી હતી.
આ સેવા સેતુ કાર્યક્રમમાં કંશાળા, સીતાગઢ, ધારડુગરી, ઈશ્વરીયા, ચિત્રાલાખ, સાપર, બ્રહ્મપુરી, સોરીંભડા, હડાળા, ચોરવીર અને કાનપુર સહિત કુલ 11 ગામોના ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં સ્થાનિક સરપંચ શ્રી વિક્રમભાઈ કુકાવાવા તેમજ ઉપસરપંચ શ્રી રણજીતભાઈ થેરેસા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
???? સરકારી સેવાઓ ગ્રામજનોના ઘરઆંગણે પહોંચે અને દરેક વ્યક્તિને જરૂરી લાભ સરળતાથી મળી રહે તેવા સેવાભાવી પ્રયાસ બદલ સૌનો આભાર.