*“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “સ્વચ્છતા સેવા યોગદાન” કાર્યક્રમ યોજાયો*-*૪૦૯ પ્રા.શાળાના ૩૩,૫૯૭ જેટલા વિદ્યાર્થીઓ ૧,૫૮૫ શિક્ષકો તથા ૨,૭૫૬ SMC સભ્યો અને ૪,૫૩૦ જેટલા ગ્રામજનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા* -*સ્વચ્છતા અંગે શપથ તથા “સ્વચ્છ શાળા – સ્વચ્છ સમાજ”નો સંદેશ અપાયો* -*“સ્વચ્છતા એ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં, પરંતુ સતત જીવનશૈલી બને” તેવા સંકલ્પ લેવાયો: રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત | Akhand Bharat Dainik
*“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “સ્વચ્છતા સેવા યોગદાન” કાર્યક્રમ યોજાયો*-*૪૦૯ પ્રા.શાળાના ૩૩,૫૯૭ જેટલા વિદ્યાર્થીઓ ૧,૫૮૫ શિક્ષકો તથા ૨,૭૫૬ SMC સભ્યો અને ૪,૫૩૦ જેટલા ગ્રામજનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા* -*સ્વચ્છતા અંગે શપથ તથા “સ્વચ્છ શાળા – સ્વચ્છ સમાજ”નો સંદેશ અપાયો* -*“સ્વચ્છતા એ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં, પરંતુ સતત જીવનશૈલી બને” તેવા સંકલ્પ લેવાયો: રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
DANG | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
*“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “સ્વચ્છતા સેવા યોગદાન” કાર્યક્રમ યોજાયો*-*૪૦૯ પ્રા.શાળાના ૩૩,૫૯૭ જેટલા વિદ્યાર્થીઓ ૧,૫૮૫ શિક્ષકો તથા ૨,૭૫૬ SMC સભ્યો અને ૪,૫૩૦ જેટલા ગ્રામજનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા* -*સ્વચ્છતા અંગે શપથ તથા “સ્વચ્છ શાળા – સ્વચ્છ સમાજ”નો સંદેશ અપાયો* -*“સ્વચ્છતા એ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં, પરંતુ સતત જીવનશૈલી બને” તેવા સંકલ્પ લેવાયો: રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
*“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “સ્વચ્છતા સેવા યોગદાન” કાર્યક્રમ યોજાયો*
-
*૪૦૯ પ્રા.શાળાના ૩૩,૫૯૭ જેટલા વિદ્યાર્થીઓ ૧,૫૮૫ શિક્ષકો તથા ૨,૭૫૬ SMC સભ્યો અને ૪,૫૩૦ જેટલા ગ્રામજનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા*
-
*સ્વચ્છતા અંગે શપથ તથા “સ્વચ્છ શાળા – સ્વચ્છ સમાજ”નો સંદેશ અપાયો*
-
*“સ્વચ્છતા એ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં, પરંતુ સતત જીવનશૈલી બને” તેવા સંકલ્પ લેવાયો*
રિપોર્ટર:ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
ડાંગ જિલ્લામાં “વિકસિત ભારત ૨૦૪૭ : સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬” અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા “સ્વચ્છતા સેવા યોગદાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ ૪૦૯ પ્રાથમિક શાળાઓમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૩૩,૫૯૭ જેટલા વિદ્યાર્થીઓ ૧,૫૮૫ શિક્ષકો તથા ૨,૭૫૬ SMC સભ્યો અને ૪,૫૩૦ જેટલા ગ્રામજનો તેમજ ૧૭૨ અધિકારી કર્મચારીઓ મળી કુલ ૪૨,૬૪૦ લોકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વચ્છતા અંગેની વિવિધ કામગીરી હાથ ધરી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમાર તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજયભાઈ ડી. દેશમુખના દિશાનિર્દેશન હેઠળ શાળાઓમાં વિવિધ સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શાળા પરિસરની સફાઈ, પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન, રમતના મેદાન તથા શાળાની આસપાસના વિસ્તારની સફાઈ, પ્લાસ્ટિક તથા અન્ય કચરાનું એકત્રીકરણ અને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, શાળા પરિસરમાં વૃક્ષારોપણ, ઔષધીવનનું નિર્માણ, સ્વચ્છતા અંગે શપથ તથા “સ્વચ્છ શાળા – સ્વચ્છ સમાજ”નો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સાથે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વયં શ્રમદાન કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.
શાળાઓ દ્વારા માઈક્રો પ્લાનિંગ તૈયાર કરી આયોજનબદ્ધ રીતે કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા શાળા પરિવારના સભ્યોની સક્રિય ભાગીદારીથી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
“સ્વચ્છતા એ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં, પરંતુ સતત જીવનશૈલી બને” તેવા સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ તથા સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું.
અખંડ ભારત