સર્વિસ રોડ પર ટ્રકનો સામાન એક તરફ ઢળી પડતાં વાહનચાલકોને મુશ્કેલી; ટ્રાફિક પોલીસની સમયસર કામગીરીથી સ્થિતિ થાળે પડી | Akhand Bharat Dainik
સર્વિસ રોડ પર ટ્રકનો સામાન એક તરફ ઢળી પડતાં વાહનચાલકોને મુશ્કેલી; ટ્રાફિક પોલીસની સમયસર કામગીરીથી સ્થિતિ થાળે પડી
SURAT | By Akhand Bharat Team | Published:
અકસ્માત
સર્વિસ રોડ પર ટ્રકનો સામાન એક તરફ ઢળી પડતાં વાહનચાલકોને મુશ્કેલી; ટ્રાફિક પોલીસની સમયસર કામગીરીથી સ્થિતિ થાળે પડી
નેશનલ હાઈવે નંબર-48 પર ચલથાણ રેલવે બ્રિજ પરથી નીચે ઉતરતા સર્વિસ રોડ ઉપર ટ્રકનો ફાળકો તૂટી જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રક નંબર GJ 36 V 2492ના એક તરફના ફાળકામાં અચાનક ખામી સર્જાતા ટ્રકમાં ભરેલો સામાન એક તરફ ઢળી પડ્યો હતો.ટ્રક મોરબી થી સમાન ભરી ને મુંબઈ જ ઈ રહી હતી
સામાન હાઈવે તરફ લચી જતાં રસ્તા પર વાહનવ્યવહારને અસર થઈ હતી અને થોડા સમય માટે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ટ્રાફિક પોલીસે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી ક્રેનની મદદથી ટ્રકને માર્ગની બાજુએ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ટ્રકને રસ્તા પરથી હટાવવામાં આવતા વાહનવ્યવહાર ધીમે ધીમે સામાન્ય બન્યો હતો અને ટ્રાફિકનું ભારણ હળવું થયું હતું.
ઘટનાને પગલે થોડા સમય માટે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જોકે ટ્રાફિક પોલીસની સમયસર કામગીરીના કારણે રસ્તા પર લાંબો સમય સુધી અવરોધ રહેતો અટકાવવામાં આવ્યો હતો.