તડકેશ્વર ગામ નજીક આવેલ ભારત પેટ્રોલ પંપ ની સામે આવેલ જોખમી ડીવાઈડર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો મજૂરો ભરેલી પિક અપ ટેમ્પો પલટી ખાઈ જતા 5 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને તત્કાલ નજીક આવેલ શિફા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમની હાલત ગંભીર છે
પેટ્રોલ પંપ ની સામે આવેલ કટ એ અકસ્માત નો સ્પોટ બની ગયો છે કરંજ ખાતે આવેલા ટોલના અધિકારીઓ ને જાણ કરવા છતાં કટ ને પૂરો બનાવવામાં આવ્યો નથી જેના કારણે વારંવાર અહીં એક્સિડન્ટ થાય છે રોડ અધિકારી હજી કોઈ મોટા અકસ્માત ની રાહ જોઈ બેઠા લાગે છે કે બીજો કોઈ મોટો અકસ્માત થાય પછી રોડ ડીવાઈડર કટ ત્યાર પછી પૂરે પૂરો બનાવશે એવું લાગે છે