વિસર્જન સમયે ક્યાં જાય છે આપણી શ્રદ્ધા? | Akhand Bharat Dainik
વિસર્જન સમયે ક્યાં જાય છે આપણી શ્રદ્ધા?
VALSAD | By Akhand Bharat Team | Published:
તહેવાર
વિસર્જન સમયે ક્યાં જાય છે આપણી શ્રદ્ધા?
વિસર્જન સમયે ક્યાં જાય છે આપણી શ્રદ્ધા?
- હરીશ નંદા, વલસાડ.
ગણેશ ચતુર્થીના દિવસોમાં આપણે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવથી ગણપતિ બાપાનું સ્થાપન કરીએ છીએ. ઘરે-ઘરે મંડપો સજાવવામાં આવે છે, રોજ આરતી-પૂજા થાય છે, ભક્તો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને દર્શન કરે છે. પરંતુ જે ક્ષણે વિસર્જનનો સમય આવે છે, એ જ શ્રદ્ધા ક્યાં અદૃશ્ય થઈ જાય છે?
નદીકિનારે વિખરાયેલી, તૂટેલી, અડધી ડૂબેલી મૂર્તિઓ જોઈને મન વ્યથિત થઈ જાય છે. જે મૂર્તિને આપણે ફૂલોથી શણગારી, એ જ મૂર્તિ કલાકોમાં કાદવમાં પડી રહે છે.
પ્રશ્ન એ છે કે આટલી મોટી મૂર્તિઓ લાવવી ખરેખર જરૂરી છે? શું ભગવાનની કૃપા મૂર્તિના કદ પર આધારિત છે? ભક્તિ કદમાં નહીં, ભાવમાં હોય છે.
મોટી મૂર્તિઓના કારણે નદીનું પાણી પ્રદૂષિત થાય છે, જળચર જીવોને નુકસાન થાય છે. જે નદીને આપણે માતા કહીએ છીએ, એની સાથે આ કેવો વ્યવહાર?
હવે સમય આવી ગયો છે કે મંડળો નાની, પર્યાવરણ-અનુકૂળ મૂર્તિઓ અપનાવવા આગળ આવે, અને આપણે ભક્તો પણ આપણી શ્રદ્ધા વિસર્જન સુધી નિભાવીએ.
ગણપતિ બાપા બુદ્ધિ અને વિવેકના દેવતા છે. આવો, આ ગણેશોત્સવથી જ સંકલ્પ કરીએ — નાની મૂર્તિ, મોટી શ્રદ્ધા.