*આહવા: ચિલ્ડ્રન હોમના બાળકોને કિટ્સનું વિતરણ કરાયું, નવા મકાન માટે રૂ. ૧૦.૪૧ કરોડની મંજૂરી*રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત | Akhand Bharat Dainik
*આહવા: ચિલ્ડ્રન હોમના બાળકોને કિટ્સનું વિતરણ કરાયું, નવા મકાન માટે રૂ. ૧૦.૪૧ કરોડની મંજૂરી*રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
DANG | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
*આહવા: ચિલ્ડ્રન હોમના બાળકોને કિટ્સનું વિતરણ કરાયું, નવા મકાન માટે રૂ. ૧૦.૪૧ કરોડની મંજૂરી*રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
*આહવા: ચિલ્ડ્રન હોમના બાળકોને કિટ્સનું વિતરણ કરાયું, નવા મકાન માટે રૂ. ૧૦.૪૧ કરોડની મંજૂરી*
રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા ચિલ્ડ્રન હોમમાં સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત બાળકોને વિવિધ કિટ્સ અને રમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે (૧૭ સપ્ટેમ્બર) શરૂ થયેલા 'સેવા સંકલ્પ' અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત ના મુખ્ય દંડક વિજય ભાઈ પટેલ અને ડાંગ કલેકટર એન ડી પરમાર અને આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્વેતાબેન, તાલુકા પંચાયતના સદસ્ય નયનાબેન, કારોબારી સદસ્ય દસરથભાઈ સહિતના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આશરે ૧૭ જેટલા બાળકોને કિટ્સ, રમતના સાધનો તેમજ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભોજનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
ચિલ્ડ્રન હોમના જર્જરિત મકાન અંગે વાત કરતા વક્તાઓએ જણાવ્યું હતું કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ ચિલ્ડ્રન હોમના નવા અને અત્યાધુનિક સુવિધાયুক্ত મકાન માટે રૂપિયા ૧૦ કરોડ ૪૧ લાખ ની માતબર રકમની મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં જ નવા મકાનનું નિર્માણ કાર્ય શરૂ થશે, જેથી અહીં રહેતા બાળકોને ઉત્તમ રહેઠાણ અને સુવિધાઓ મળી રહેશે.
અખંડ ભારત