અંકલેશ્વર તાલુકાના ગોપાલનગર સ્થિત રામવાટિકા સોસાયટીમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી
અંકલેશ્વર: તાલુકાના ગોપાલનગર ખાતે આવેલી રામવાટિકા સોસાયટીમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ભક્તિભાવપૂર્વક મહાઆરતી, છપ્પનભોગ અને મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગણપતિ બાપ્પાને વિવિધ વાનગીઓનો છપ્પનભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભક્તો અને સોસાયટીના રહીશોની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. મહાઆરતી દરમિયાન સમગ્ર સોસાયટી ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠી હતી.
મહાઆરતી બાદ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સોસાયટીના રહીશો અને આયોજકોના સહયોગથી સમગ્ર ગણપતિ મહોત્સવ ભક્તિમય અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.