બાવળામાં ગણેશ મહોત્સવ દરમિયાન લોકમાન્ય તિલકના વિચારોનો પ્રચાર
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
તહેવાર
બાવળામાં ગણેશ મહોત્સવ દરમિયાન લોકમાન્ય તિલકના વિચારોનો પ્રચાર
બાવળામાં ગણેશ મહોત્સવ દરમિયાન લોકમાન્ય તિલકના વિચારોનો પ્રચાર
VHP દ્વારા વિવિધ સોસાયટીઓ અને ગણેશ પંડાલોની મુલાકાત લઈ તિલકજીની પ્રતિમા ભેટ અપાઈ
બાવળા: વિશ્વ હિન્દુ પરિષદ બાવળા પ્રખંડ દ્વારા શહેર સહમંત્રી મહેશ અલગોતર તથા કાર્યકર્તાઓની ટીમે બાવળા શહેરની વિવિધ સોસાયટીઓ અને મોટા ગણેશ મહોત્સવના પંડાલોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગણેશ મંડળોને લોકમાન્ય બાળ ગંગાધર તિલકની પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
મહેશ અલગોતર દ્વારા ગણેશ મહોત્સવના ઐતિહાસિક મહત્વ અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે, વર્ષ 1893માં લોકમાન્ય બાળ ગંગાધર તિલકે પૂણેમાં જાહેર ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી. તે સમયે લોકોમાં એકતા, સંગઠન અને રાષ્ટ્રીય ભાવનાને મજબૂત બનાવવાના હેતુથી આ મહોત્સવને લોકોત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
ગણેશ મહોત્સવની પરંપરા આજે પણ દેશના વિવિધ રાજ્યોમાં ભક્તિભાવ અને આનંદ સાથે ઉજવાઈ રહી છે. આ પ્રસંગે મહેશ અલગોતર દ્વારા લોકમાન્ય તિલકના વિચારો અને તેમના રાષ્ટ્રપ્રેમી કાર્ય અંગે ઉપસ્થિત ભક્તો તથા આયોજકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, દેશભરમાં ચાલી રહેલા ગૌ સન્માન આહવાન અભિયાનને વધુ વેગ મળે અને ગૌવંશ પ્રત્યે સમાજમાં સન્માન તથા જાગૃતિ વધે તે માટે હિન્દુ સમાજને જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગણેશ મહોત્સવના માધ્યમથી ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતા, રાષ્ટ્રભાવના અને ગૌસન્માનનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.