બેંક ઓફ બરોડાની વણાકબોરી TPS શાખાએ એક કાર્યક્રમમાં રૂ.1 કરોડનો ચેક આપ્યો. આ ચેક વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના સ્વઞૅસ્થ કર્મચારી ભગીરથભાઈ પટેલના નોમિની શૈલેષભાઈ પટેલને વ્યક્તિગત અકસ્માત વીમા દાવા પેટે આપવામાં આવ્યો હતો. ભઞીરથભાઈ પટેલ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરતા હતા. તેમનું અકસ્માતમાં અવસાન થયું હતું. તેઓ બેંક ઓફ બરોડાની TPS વણાકબોરી શાખામાં સેલેરી ખાતું ધરાવતા હતા. આ ખાતાં સાથે મળતા અકસ્માત વીમા લાભ હેઠળ તેમના પરિવારને આ રકમ ચૂકવવામાં આવી છે. આ પ્રસંગે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના એડિશનલ ચીફ એન્જિનિયર આર. વી. પટેલ હાજર રહ્યા હતા. બેંક ઓફ બરોડા. ખેડા રિજિયનના રિજનલ મેનેજર આશુતોષ કુમારે શૈલેષભાઈ પટેલને ચેક આપ્યો હતો. આશુતોષ કુમારે સ્વઞૅસ્થ કર્મચારીનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે કહ્યું કે થર્મલ પાવર સ્ટેશનના તમામ કર્મચારીઓએ બેંક ઓફ બરોડાના સરકારી કર્મચારી સેલેરી પેકેજ હેઠળ મળતી સુવિધાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ બેંક ઓફ બરોડા ખેડા રિજિયનના RBDM હિતેશ કરકરે કર્મચારીઓને એમપોલોયી સેલેરી પેકેજની અલગ અલગ સુવિધાઓ અને લાભો વિશે માહિતી આપી. તેમણે બધા કર્મચારીઓને બેંક ઓફ બરોડામાં સેલેરી એકાઉન્ટ ખોલાવીને પેકેજ હેઠળના લાભો લેવા વિનંતી કરી આ કાર્યક્રમમાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના એડિશનલ જનરલ મેનેજર HR ડેનિસ થોમસ અને કંટ્રોલર ઓફ એકાઉન્ટસ એ. બી. મિશ્રા હાજર રહ્યા, મોટી સંખ્યામાં કર્મચારીઓ અને યુનિયનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા. કર્મચારીઓએ સેલેરી પેકેજ વિષે પૂછેલા પ્રશ્નોના જવાબ પણ અપાયા. કાર્યક્રમના અંતે બેંક ઓફ બરોડા ટીપીએસ વણાકબોરી શાખાના બ્રાન્ચ મેનેજર શશી રંજનએ આભાર માન્યો તેમણે હાજર રહેલા બધા મહાનુભાવો અને કર્મચારીઓનો સમય. સહયોગ અને ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કર્યો. *રિપોર્ટર: હસમુખભાઈ નાયક ગળતેશ્વર ખેડા,*