ભારત વિકાસ પરિષદ-ભુજપુર શાખા દ્વારા ‘ભારત કો જાનો’ અને ‘રાષ્ટ્રીય સમૂહગાન’ સ્પર્ધાનું સફળ આયોજન: ઋષિરાજ વિધાનિકેતન સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાને | Akhand Bharat Dainik
ભારત વિકાસ પરિષદ-ભુજપુર શાખા દ્વારા ‘ભારત કો જાનો’ અને ‘રાષ્ટ્રીય સમૂહગાન’ સ્પર્ધાનું સફળ આયોજન: ઋષિરાજ વિધાનિકેતન સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાને
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
ભારત વિકાસ પરિષદ-ભુજપુર શાખા દ્વારા ‘ભારત કો જાનો’ અને ‘રાષ્ટ્રીય સમૂહગાન’ સ્પર્ધાનું સફળ આયોજન: ઋષિરાજ વિધાનિકેતન સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાને
ભારત વિકાસ પરિષદ-ભુજપુર શાખા દ્વારા વર્ષ ૨૦૨૬ માટે 'ભારત કો જાનો' પ્રશ્નમંચ સ્પર્ધા તેમજ 'રાષ્ટ્રીય સમૂહગાન' સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં પ્રાથમિક વિભાગમાંથી ૫ શાળાઓ અને હાઇસ્કૂલ વિભાગમાંથી ૨ શાળાઓએ ભાગ લીધો હતો. ઋષિરાજ વિધાનિકેતન શાળાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સતત ૪થા વર્ષે પ્રથમ વિજેતા બનીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
સ્પર્ધાના વિવિધ વિભાગોના પરિણામો નીચે મુજબ છે:
૧. ભારત કો જાનો પ્રશ્નમંચ - ૨૦૨૬
કનિષ્ઠ વિભાગ (વિજેતા): ટીમ ઋષિરાજ વિધાનિકેતન - ભુજપુર
ભવ્ય વિશાલભાઈ છેલવાડા
દર્શ અમરીશ કુમાર પટેલ
વરિષ્ઠ વિભાગ (વિજેતા): ટીમ ઉચ્ચતર માધ્યમિક શાળા - ભુજપુર
હીરબાઈ રામ વેજાણી
વીર મેઘરાજ ગઢવી
૨. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા - ૨૦૨૬
સંસ્કૃત ગીત અને હિન્દી ગીત બંને વિભાગમાં ઋષિરાજ વિધાનિકેતન - ભુજપુર વિજેતા બની હતી.
વિજેતા ગાયક ટીમ:
કારીયા ગુંજન ભરતભાઈ
શેખડીયા ધ્રુવિકા કલ્યાણભાઈ
જસાણી વૈદેહી મેઘરાજભાઈ
વાજા લક્ષિતા વિનોદભાઈ
જાડેજા દિવયજીતસિંહ કૃષ્ણસિંહ
જાડેજા જયવીરસિંહ સિધ્ધરાજસિંહ
ટાપરિયા કનૈયા રામભાઈ
બાતીયા લખન અરજણભાઈ
વાજિંત્ર સહયોગ (વાધ):
જાડેજા જયદીપસિંહ સિધ્ધરાજસિંહ
જોશી દેવમ ભવાનભાઈ
ભારત વિકાસ પરિષદ-ભુજપુર શાખા અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓ તથા શાળાઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.