ધારીમાં સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી ઝડપાયો
AMRELI | By Akhand Bharat Team | Published:
અપરાધ
ધારીમાં સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી ઝડપાયો
અતુલ ભટ્ટી /ધારી: ધારી શહેરના નવી વસાહત વિસ્તારમાંથી સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જવાના બનાવમાં ધારી પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.
સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જવાના
બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ ધારી પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સેફ સિદ્દીકીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધારી પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.