મહીસાગર જિલ્લાની DITVAS 108 ઇમર્જન્સી સર્વિસની ટીમે Ambulance (Twins) સફળ પ્રસુતિ કરાવી માતા અને જોડીયા બે બાળકનો જીવ બચાવ્યો*
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
હેલ્થ
મહીસાગર જિલ્લાની DITVAS 108 ઇમર્જન્સી સર્વિસની ટીમે Ambulance (Twins) સફળ પ્રસુતિ કરાવી માતા અને જોડીયા બે બાળકનો જીવ બચાવ્યો*
તારીખ 21 સપ્ટેમ્બર ના 2026 ના રોજ સવાર ના 09.26.30 ના સમયે CHC Ditvas થી IFT SSG Hospital બરોડા રીફર કરેલ મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા 108ની ટીમે સગર્ભાની તપાસ કરતા અને રિપોર્ટ અને ફાઈલ જોતા માતા ના ગર્ભ માં બે બાળક છે તે જાણ થતા અને બેન ને પ્રસુતિ નો દુખાવો અતિશય વધારે હતો અને પરિસ્થિતિને પારખીને Ambulance માં જ મહિલાની પ્રસુતિ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રસુતિ સમયે
બંને બાળક ના ગળા માં ગર્ભનાળ વીંટળાયેલ હોવાથી ઈમરજન્સી મેડીકલ ટેક્નિશિયન સુધાબેન ઠાકોર અને પાયલોટ દિગ્વેશ ભાઈ પટેલ એ ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર પર બેઠેલા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટ્રલ ફિઝિશિયન ડોક્ટર રુચિ મેડમની ઓન કોલ સલાહ પ્રમાણે અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થાએ આપેલ ટ્રેનિંગનો ઉપયોગ કરી સગર્ભાની સુરક્ષિત અને સફળ પ્રસુતિ કરાવી. માતાએ સ્વસ્થ બંને નવજાત પૂત્ર નો જન્મ આપ્યો હતો.
ત્યારબાદ માતા અને બંને બાળકો ને ગવર્મેન્ટ કોટેઝ હોસ્પિટલ લુણાવાડા ખાતે દાખલ કરવામાં આવેલ હતા. 108 ઈમરજન્સી સેવાની સમયસૂચકતાને કારણે બે નવજાત શિશુ અને માતાનો જીવ બચ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા EMT Sudha thakor અને PILOT Digveshhai Patel ને તેમજ 108 ઈમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો
*ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના અભિગમને સાકર કરતી Ditvas 108 ની ટીમને સો સો સલામ*